ભુજમાં ઈન્દિરા ક્લબની સુવર્ણ જયંતી મહોત્સવની ઉજવણી

ભુજમાં ઈન્દિરા ક્લબની સુવર્ણ  જયંતી મહોત્સવની ઉજવણી
ભુજ, તા. 23 : તાજેતરમાં અહીંની ઈન્દિરા ક્લબને 50 વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જ્યંતી મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો. લાયન્સ હોસ્પિટલમાં દર્દીઓના ડાયાલિસીસ માટે રૂા. 11,000નો ચેક અભય શાહને સુપરત કરવામાં આવ્યો. વ્યોમાબેને ઈન્દિરા કલબનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ આશા અને સરોજબેન શાહે હાઉઝી અને અન્ય રમતો રમાડી વિજેતાઓને પોતા તરફથી ઈનામો આપી મનોરંજન પૂરું પાડયું. કાર્યક્રમની શરૂઆત નાની બાલિકાઓ હિતવેશા અને માહી દ્વારા કરવામાં આવી હતી. કલબના ખજાનચી મમતાબેન ઠક્કરે સ્વાગત પ્રવચન કર્યું હતું. કલબ પ્રમુખ રૂક્ષ્મણીબેન જોબનપુત્રાએ સ્વાગત કર્યું હતું. જીમખાનાના પ્રમુખ બહાદુરસિંહ જાડેજા તથા મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું. કલબના પ્રોજેક્ટ ચેરમેન કમળાબેન વ્યાસે કલબની પ્રવૃત્તિઓનો અહેવાલ આપ્યો હતો. નવરાત્રિમાં પણ 17 વર્ષથી પ્રોજેક્ટ ચેરમેન રહી ઉજવણી કરવામાં આવે છે. કમળાબેન ઠક્કરે સંચાલન કરતા જણાવ્યું કે, આ કલબના સ્થાપક સ્વ. મંજુલાબેન મહેતા હતા કે જેઓએ 11 વર્ષ આ પદ (પ્રમુખ) સંભાળી કલબનું નામ રોશન કર્યું હતું. બહાદુરસિંભાઈનું સન્માન રૂક્ષ્મણીબેન અને ઉપપ્રમુખ દીનાબેન રાવલે કર્યું હતું. ચંદ્રિકાબેન, ભારતીબેન, કાજલબેન, સુશીલાબેનનું સન્માન કરાયું હતું. વિશિષ્ટ સન્માન કમલાબેન, મંજુલાબેન તેમજ એચિવમેન્ટ એવોર્ડથી બિંદુબેન જોશીનું પણ સન્માન કરાયું હતું. 1972થી 2022 સુધીના પ્રમુખો મંજુલાબેન, ચંદ્રિકાબેન, કુંજલતાબેન, પૂર્ણિમાબેન, અમિતાબેન, પુષ્પાબેન, કમલાબેન, જિજ્ઞાબેન, જયાબેન, દીપાલીબેનનું પણ સન્માન કરવામાં આવ્યું. મંજુલાબેન, જિજ્ઞાબેન, નિરંજનાબેન વગેરે સભ્યોએ પ્રતિભાવ આપ્યા હતા. મંત્રી જ્યોતિબેન કોઠારી ઉપસ્થિત રહ્યા હતા.

© 2022 Saurashtra Trust