સેવાનો વ્યાપ વધારવાના સંકલ્પ સાથે કાર્યકરો-દાતાઓને બિરદાવાયા

સેવાનો વ્યાપ વધારવાના સંકલ્પ  સાથે કાર્યકરો-દાતાઓને બિરદાવાયા
ભુજ, તા. 23 : અહીંની જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રનું તાજેતરમાં 13મું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં સેવાનો વ્યાપ વધારવાના સંકલ્પ સાથે કાર્યકરો-દાતાઓને બિરદાવાયા હતા. સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં પ્રોજેક્ટ ચેરમેન દિનેશ શાહ, હિરેન દોશી તેમજ ભારતીબેન મહેતા, પ્રદિપ દોશી, વિનોદ દોશી વિગેરે કાર્યકરો મંચસ્થ રહ્યા હતા. આ કાર્યક્રમમાં આગામી સમયમાં હાથ ધરાવામાં આવનાર વિવિધ સેવા પ્રોજેક્ટો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ગત વર્ષ દરમ્યાન જીવદયાનું કાર્ય કરનાર રાજેશ સંઘવીને વર્ષ 2021-22નો `નવચેતન' રત્ન એવોર્ડ - સન્માનપત્ર એનાયત કરાયો હતો. `નવચેતન ગૌરવ' સમાન પ્રદિપ દોશી, હિરેન દોશી, દિનેશ શાહ, કે. બી. પરમાર, શાંતિલાલ મોતા, જયેશ ચંદુરા વિગેરે કાર્યકરોની સેવાઓને બિરદાવવામાં આવી હતી. સન્માનપત્રનું વાંચન શાંતિલાલ મોતાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા હેની શાહ, રસીલાબેન દોશી, મીનાબેન મોતા, પલ્લવી સંઘવી, બીના દોશી, અવની શાહ વિગેરેએ જહેમત ઉઠાવી હતી. આભારવિધિ ગુડુ દોશીએ કરી હતી.

© 2022 Saurashtra Trust