ભુજની બ્યૂટી પાર્લર ચલાવતી મહિલા સાથે આર્મીના અંચળા તળે છેતરપિંડી

ભૂજ, તા. 24 : શહેરના ભાવેશ્વરનગરમાં રહેતી અને બ્યૂટી પાર્લર ચલાવતી મહિલા સાથે આર્મીમેન હોવાનું કહી રૂા. 79,500ની ઓનલાઇન છેતરપિંડી થતાં સાયબર ક્રાઇમ સેલે પૂરેપૂરી રકમ પરત આપાવી દીધી હતી. આ અંગે સાયબર ક્રાઇમ સેલ (એલસીબી)એ જારી કરેલી વિગતો મુજબ ભુજમાં બ્યૂટી પાર્લર ચલાવતા અરજદાર રીતુબેન દિનેશભાઇ મોરબિયાને ઇન્સ્ટાગ્રામમાંથી મેસેજ આવ્યો કે પોતે આર્મીમાં છે અને ચાર મહિલાને તૈયાર કરવાની છે. પોતાના ખાતામાં એડવાન્સ પેમેન્ટ કરવા રૂા. 1નું ગૂગલ પે સામાવાળાના ખાતામાં ટ્રાન્સફર કરતાં થોડીવારમાં રીતુબેનના ખાતામાંથી રૂા. 79,500 ઉપડી ગયા હતા. આથી અરજદારે તુરત સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતાં ભોગ બનનારને મદદરૂપ થઇ પૂરે પૂરી રકમ ખાતામાં પરત અપાવી હતી.

© 2022 Saurashtra Trust