લખપતમાં કમળ ખીલવવા હાકલ

લખપતમાં કમળ ખીલવવા હાકલ
નખત્રાણા, તા. 24 : અબડાસા વિધાનસભાના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ લખપત તાલુકાના છેવાડાના દુર્ગમ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર પ્રસાર કર્યો હતો. પી. એમ. જાડેજાએ ભાજપ તરફી મતદાન કરી કમળ પર બટન દબાવી તેમને જ્વલંત વિજય અપાવવા વિશ્વાસ સાથે મક્કમ નિર્ધાર વ્યકત કર્યો હતો. લખપત તાલુકાના નરેડો, બુધા, મુડિયા, કાટયા, નરેડી, બાલાપર, બૈયાવો, પુનરાજપર, ફુલરા, ધારેશી ગામોનો પ્રવાસ કરી ગ્રામજનો સાથે સભા-બેઠક યોજવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીની સરકારની કામગીરીથી પ્રભાવિત થઇ અને ભાજપ સરકારથી સંપૂર્ણ સંતોષ હોવાની લાગણી વ્યકત કરી અને ગત વખતેથી પણ વધારે લખપત તાલુકામાં જંગી બહુમતીથી સરસાઇ આપી શ્રી જાડેજાને વિજયી બનાવી લખપત તાલુકામાં કમળ સોળે કળાએ ખીલશે તેવી ખાતરી આપી હતી. પ્રવાસ કાર્યક્રમ બાદ દયાપર ખાતે ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ઉપરાંત રવાપર, નેત્રા, કોટડા (જ.) ખાતે કાર્યાલયનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી જોડાયા હતા. દયાપરમાં જાહેરસભામાં કચ્છના માજી સાંસદ પુષ્પદાનભાઇ ગઢવીની વિશેષ ઉપસ્થિતિમાં સોનલપરના ગઢવી યુવાનોએ કૈલાસદાન ઇશરદાન સિંહઢાયચની આગેવાની હેઠળ અને જયેશદાન ગઢવીના માર્ગદર્શન હેઠળ યુવાનોએ ભારતીય જનતા પાર્ટીનો કેશરિયો ખેસ ધારણ કર્યો હતો. તાલુકા પ્રમુખ વેરસલજી દાદા તુંવરે આવકાર્યા હતા. કાર્યક્રમ દરમ્યાન સાંસદ પુષ્પદાનભાઇ ગઢવી, ભરતભાઇ સોની, વેરસલજી તુંવર, વસંતભાઇ પટેલ, હસમુખભાઇ પટેલ, જીવણભાઇ મારવાડા, જયેશદાન ગઢવી, રેશ્માબેન પટેલ, આરબભાઇ જત, મૂળજીભાઇ ખંભુ, પુનિતભાઇ ગોસ્વામી, નીતિનભાઇ પટેલ, હિંમતભાઇ શાહ, દીપકભાઇ રેલોન, રમેશભાઇ જોષી, સુરેન્દ્રસિંહ જાડેજા, ગોવિંદભાઇ પટેલ, ભવાનભાઇ પટેલ, જીતુભાઇ ઠક્કર, હાજીઅલી રહીશ, છાડનાભાઇ જશુભા જાડેજા, જેતમાલજી જાડેજા, ભીભાજી જાડેજા, શ્રી ભેરાજી, રાણુભા સોઢા, હઠુભા સુરાજી સોઢા, હોતુબેન કટારા,?ખેંગારજી જાડેજા તેમજ મગાભાઇ રબારી ઉપરાંત નખત્રાણા તાલુકાના રવાપર, નેત્રા, કોટડા જ. ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મુલુન્ડના ધારાસભ્ય મિહિર કોટેચા, જિ. પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, તાલુકા પંચાયતના પ્રમુખ જયસુખભાઇ પટેલ, જિ.પંચાયતના સદસ્યો રાજેન્દ્રસિંહ બી. જાડેજા,  નયનાબેન પટેલ, ભાજપ પ્રમુખ દિલીપભાઇ પટેલ, મહામંત્રી હરિસિંહ રાઠોડ, મંત્રી જીતુભા જાડેજા, ચંદનસિંહ રાઠોડ, ડાહ્યાલાલ સેંઘાણી, રાજેશભાઇ રબારી, લાખુભા જાડેજા, લાલજીભાઇ રામાણી, ઇકબાલ ઘાંચી, લીલાબેન મહેશ્વરી, કરસનજી સોઢા, સરપંચ બહાદુરસિંહ જાડેજા, બહાદુરસિંહ સોઢા, સુરેશભાઇ વેલાણી, ઉત્પલસિંહ જાડેજા, આદમભાઇ જાગોરા, યોગેશભાઇ યાદવ સહિત ભાજપના સંનિષ્ઠ કાર્યકરો ગામે ગામના સરપંચો જોડાયા હતા.

© 2022 Saurashtra Trust