સૂરજબારી પાસે ગેસ ભરેલા ટેન્કર સાથે ટ્રેઈલર અથડાતાં ગેસ લીકેજ થયો

સૂરજબારી પાસે ગેસ ભરેલા ટેન્કર સાથે ટ્રેઈલર અથડાતાં ગેસ લીકેજ થયો
ભચાઉ, તા. 24 : વાહનો વચ્ચે અકસ્માતોના કારણે અઠવાડિયામાં બે વખત ટ્રાફિકજામની જટિલ સમસ્યા સર્જાઈ હતી તે કચ્છના પ્રવેશદ્વારા સૂરજબારી પાસેનો માર્ગ  ગેસ ભરેલા ટેન્કરને નડેલા અકસ્માતના પગલે ભયજનક બની ગયો હતો. જો કે તુરંત કામગીરીથી ગંભીર અકસ્માત અટકયો હતો. આ અંગે મળતી વિગતો મુજબ ગત મોડી રાત્રિના સૂરજબારી પાસે એલ.પી.જી. ગેસ ભરેલા ટેન્કર અને ટ્રેઈલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બન્ને વાહનો ટકરાઈને રોડની સાઈડમાં ફંગોળાયાં હતાં. આ દરમ્યાન ટેન્કરમાંથી એલ.પી.જી. ગેસ લીકેજ થયો હતો. આગ અકસ્માતની ઘટનાની શકયતાના પગલે તાત્કાલિક અટકાવીને ટ્રાફિક વહન કરાયું હતું. અકસ્માતના પગલે નુકસાન થતાં લીકેજ સર્જાયું હતું. બનાવની જાણ થતાં ભચાઉ નગરપાલિકા અને મોરબી નગરપાલિકાના ફાયર ફાઈટરો દ્વારા કામગીરી કરીને લીકેજ બંધ કર્યું હતું અને રોડને ભયમુકત જાહેર કર્યો હતો. અકસ્માત દરમ્યાન કોઈ ગંભીર ઘટના ન બનતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો.

© 2022 Saurashtra Trust