મોરોક્કોએ ગત વખતની ઉપવિજેતા ક્રોએશિયાને જીતવા દીધું નહીં

મોરોક્કોએ ગત વખતની ઉપવિજેતા  ક્રોએશિયાને જીતવા દીધું નહીં
કતાર, તા. 23 : ફિફા વર્લ્ડ કપના ગ્રુપ એફની આજની પહેલી મેચમાં મોરક્કોએ ગત વખતની ઉપવિજેતા ટીમ ક્રોએશિયાની ટીમને ડ્રો પર રોકી હતી. જે પણ ફૂટબોલ વર્લ્ડ કપમાં અપસેટ સમાન છે, કારણ કે આ મેચમાં ક્રોએશિયાની ટીમ જીતની પ્રબળ દાવેદાર હતી, પણ તેને ડ્રોના પરિણામથી સંતોષ માનવો પડયો છે. બન્ને ટીમ ગોલ કરી શકી ન હતી. 0-0થી મેચ ડ્રો રહ્યા બાદ બન્ને ટીમને 1-1 પોઇન્ટ ફાળવવામાં આવ્યા હતા. આ મેચમાં મોરક્કોની ટીમ મજબૂત ક્રોએશિયા પર દબાણ બનાવવામાં સફળ રહી હતી. તેણે ગોલ પોસ્ટ પર 8 શોટ માર્યા હતા. જેમાં બે લક્ષ્ય પર હતા. જેને ક્રોએશિયાના ગોલકીપરે બચાવી લીધા હતા. મોરક્કોના ગોલકીપર બોનોએ પણ ટીમને બચાવી લીધી હતી. ક્રોએશિયાનો કપ્તાન અને સ્ટાર સ્ટ્રાઇકર લુકા મોડ્રિચ આ મેચમાં કમાલ કરી શક્યો ન હતો. તેણે શાનદાર મોકા બનાવ્યા પણ ટીમ તેને ગોલમાં પરિવર્તિત કરવામાં સફળ રહી ન હતી. ગ્રુપ એફમાં ક્રોએશિયા-મોરક્કોની સાથે બેલ્જિયમ અને કેનેડા છે.

© 2022 Saurashtra Trust