શિક્ષણનું સ્તર સુધારવા માટે સ્થાનિક ભરતીને પ્રાધાન્ય અપાશે: ભચુભાઈ

શિક્ષણનું સ્તર સુધારવા માટે સ્થાનિક ભરતીને પ્રાધાન્ય અપાશે: ભચુભાઈ
રાપર તા. 23 : રાપર તાલુકામાં અને સમગ્ર રાજયમાં શિક્ષણનું સ્તર કથળ્યું છે. કારણ કે સ્થાનિક શિક્ષકોની ભરતી નથી થતી. રાપર તાલુકાની શાળાઓમાં સ્થાનિક શિક્ષકોની ભરતી થાય તેને અગ્રતા અપાશે તેવું રાપર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ આરેઠીયાએ કચ્છમિત્ર સાથેની મુલાકાત આપતા જણાવ્યું હતું. સવારથી મોડી રાત્રિ સુધી ભચાઉ તાલુકાના ગામડાઓમાં જનસંપર્ક અભિયાન પુર્ણ કરી મોડી રાત્રીના તેમના નિવાસસ્થાન રાપર ખાતે મુલાકાત આપી હતી. રાપરની જનતા પરિવર્તન કરશે કે પુનરાવર્તન તે સવાલના જવાબમાં રાપરની સમજુ જનતા પુનરાવર્તન કરશે તેવો વિશ્વાસ વ્યકત કરી પાંચ વર્ષ દરમ્યાન સૌથી વધુ રોડ, ગટર સહિતના કામો રાપર મતવિસ્તારમાં થયા હોવાનું જણાવી  જંગી બહુમતીથી જીત મળશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતે. નર્મદાના કમાંડ વિસ્તારના બાકી રહી ગયેલા કામોને અને પેટા કેનાલના કામોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. આ ઉપરાંત આરોગ્યની ખુટતી કડી પુરવા માટે નિષ્ણાંત તબીબોની નિમણુંક કરાવવા સહિતના કામોને અગ્રતા આપવામાં આવશે. વિપક્ષમાં રહ્યા હોવા છતાંય રાપર તાલુકામાં ચેક ડેમ, તળાવ સહિતના કામો થયા છે. જો કોઈના બે કામ નથી થયા તો કોઈની લાગણી દુભાવી નથી અને કોઈને ખોટી રીતે જવાબ નથી આપ્યો. કોરોનાકાળમાં તાલુકામાં 25000 જેટલી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી આરેઠિયાએ જણાવ્યું કે, રાપરના પ્રત્યેક પરિવારના લોકો મુંબઈમાં વસે છે. કોરોનાકાળમાં ગભરાયેલી કચ્છની જનતાને કચ્છમાં પહોંચાડવા માટે બે ટ્રેન ધારાસભ્યના પ્રયાસથી દોડાવવામાં આવી. આ બધી કામગીરીના ભાથાંથી 30હજાર મતથી લીડ મળશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલય ન ખોલવા અંગે કહ્યંy હતું કે રાપરની જનતા ઉપર વિશ્વાસ છે. અને અમારો કાર્યકર્તા ડોર ટુ ડોર જાય છે એટલે કાર્યાલય ખોલવાની જરૂર નથી. કોંગ્રેસ છોડી ભાજપમા ગયેલા લોકોને ભાજપે પરાણે પ્રીત બંધાવી છે માટે તેનાથી પરિણામમાં કોઈ ફરક નહીં આવે તેવું તેમણે ચહેરા ઉપર વિશ્વાસ સાથે કહ્યું હતું. જનતા દરબાર સરકારી અધિકારીઓ કચેરી છોડીને ન આવ્યા એટલે ન થઈ શકયો. આ માટે આગામી સમયમાં ચોક્કસ પ્રયાસ કરશું તેવું કહ્યું હતું.

© 2022 Saurashtra Trust