માંડવી બેઠકનો કમળ ગાંધીનગર ખીલશે તેવો વિશ્વાસ

માંડવી બેઠકનો કમળ ગાંધીનગર ખીલશે તેવો વિશ્વાસ
માંડવી, તા. 23 : તાલુકાના બિદડા ગામે અનુસૂચિત જાતિનું વિશાળ સંમેલન યોજાયું હતું. જેમાં સાંસદ વિનોદભાઈ ચાવડા અને પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરી દીપપ્રાગટ્ય કરાયું હતું. સ્વાગત પ્રવચન અનુ. જાતિ મોરચાના પ્રમુખ અશોકભાઈ હાથીએ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ અનુ. જાતિના મતદાનથી માંડવી વિધાનસભાનો કમળ ગાંધીનગર ખાતે ખીલશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી અનિરુદ્ધ દવેના સમર્થનમાં આયોજિત આ સંમેલનમાં જણાવી શ્રી દવેને ખોબેખોબા મત આપવા સાથે ઐતિહાસિક લીડથી કચ્છની છ બેઠક ઉપર ભાજપ જીતે તે માટે સમર્થ હોવાનું જણાવ્યું હતું. અનિરુદ્ધભાઈ દવેએ નાના માણસને સાથે રાખી સમાજ ઉત્થાન સાથે સર્વાંગી વિકાસ કરવાની ખાતરી આપી નાત જાતના ભેદભાવથી પર રહી અનુ. જાતિ સમાજ હર હંમેશ ભાજપની સાથે રહ્યું છે અને રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ માંડવીને ભાજપની પાઠશાળા ગણાવી બુથ લેવલના કાર્યકરને માંડવી વિધાનસભાની ટિકિટ મળી છે તે અહોભાગ્ય કહેવાય તેમ કહી માંડવીમાં કમળને સોળેકળાએ ખીલવી ગાંધીનગર પહોંચાડે તેવું આહ્વાન કયું હતું. પચાણ દાદા માતંગે ભગવાને લહેરાવવા સમાજના સૌને અપીલ કરી હતી. ચૂંટણી પ્રચારક ગણપતાસિંહ રાઠોડે  ભાજપના જંગી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે આગેવાનોના હસ્તે શ્રી ચાવડા અને ઉમેદવાર શ્રી દવેનો વિશેષ બહુમાન કરાયું હતું. આ પ્રસંગે અમુલભાઈ દેઢિયા, રાણસીભાઈ ગઢવી, સુરેશભાઈ સંઘાર, નિલેશભાઈ મહેશ્વરી, મહેન્દ્રભાઈ ગઢવી, કોમલભાઈ છેડા, બટુકાસિંહ જાડેજા, વિરમભાઈ ગઢવી, હરિભાઈ ગઢવી, કનુભા જાડેજા, લક્ષ્મીચંદ ફુફલ, શામળાભાઈ ફુફલ, વાલજી બગડા, દિનેશ માતંગ, હરેશ વિંઝોડા, ગાવિંદભાઈ ચાવડા, દીપક સિરોખા, જગદીશ મહેશ્વરી, રવિ ગરવા, વિરજી કોલી, વસંત વાઘેલા, જેઠાલાલ મહેશ્વરી, નરેશ મહેશ્વરી, કમલેશ સિરોખા, ગાવિંદ ધુવા, હરેશ સોધરા, હેમરાજ ધેડા, કલ્યાણ ચુંયા, શામજી નંજણ, દિનેશ દાફડા, વિશાલ ઠક્કર, રતનભા ગઢવી, ભારતીબેન વાળા, ઝવેરબેન ચાવડા, જયાબેન છાભૈયા, ક્રિષ્નાબેન દાફડા વગેરે બહોળી સંખ્યામાં અનુસૂચિત જાતિના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાની ખાખર ગામના 15 જેટલા યુવા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. સંચાલન અને આભારવિધિ કેશવજીભાઈ રોશિયાએ કરી હતી. આ ઉપરાંત શ્રી દવે વિવિધ સમાજના સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા, તેમજ મધ્યસ્થ કાર્યાલય ખાતે અલગ અલગ સમાજોની માટિંગમાં ભાજપની જંગી જીત માટેનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. મચ્છુકઠિયા સઇ સુતાર જ્ઞાતિ તેમજ વાંઝા દરજી સમાજ, શિક્ષા સંસ્કાર સમિતિ, મંછા દેવી ગરબી મંડળ, મંછા દેવી મહિલા મંડળ આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સમાજના આગેવાનો, સંગઠનના પદાધિકારીઓ, ઉપસ્થિત સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ અવસરે નરેન્દ્રભાઈ પીઠડિયા, અમૂલભાઈ દેઢિયા, વિજય ચૌહાણ સહિત મંચસ્થોનું સન્માન કરાયું હતું. માંડવીના ભાનુશાલી દ્વારા રાધા કૃષ્ણ મંદિરે દર્શન કરી સંત કરસનદાસજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા. ભાનુશાળી સમાજના સંગઠનના પદાધિકારીઓ, તેમજ સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. જયેશભાઇ ભાનુશાલી, મનોજ ભાનુશાલી, મયૂરભાઈ ભાનુશાલી, નરેશભાઈ ભાનુશાલી, વિજયભાઈ ભાનુશાલી, કિસન ભાનુશાલી, રાકેશ ભાનુશાલી, જગદીશ ભાનુશાલી, ઈશ્વર ભાનુશાલી, દિલીપ ગજરા, વાસુભાઈ ભાનુશાલી, પ્રવીણ ભાનુશાલી, ધનજીભાઈ ભાનુશાલી તેમજ મહિલા મંડળ અને આગેવાનોએ શ્રી દવેને આવકારી સન્માન કર્યું હતું. માંડવીના વાલ્મીકિ નગર ખાતે રામદેવપીરનાં મંદિરે દર્શન કરી સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી હતી. માંડવી વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે ક્ષત્રિય સમાજ, ગઢવી સમાજ, બ્રહ્મ સમાજ, ભારત વિકાસ પરિસદની બેઠકોમાં ભાજપની વિકાસયાત્રામાં સહભાગી બનવાનો કોલ આગેવાનોએ આપ્યો હતો.

© 2022 Saurashtra Trust