સકારાત્મક અભિગમથી કોંગ્રેસ વાગડમાં જીતશે

સકારાત્મક અભિગમથી કોંગ્રેસ વાગડમાં જીતશે
રાપર, તા. 23 : રાપર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આજે રાપર તાલુકાના વિવિધ ગામડાઓમાં જનસંપર્ક અભિયાનની સાથોસાથ બે સ્થળે સભાઓ પણ ગજવી હતી અને સકારાત્મક અભિગમ થકી કોંગ્રેસને રાપર બેઠક ઉપર ભારે બહુમતીથી જીત મળશે તેવો વિશ્વાસ વ્યકત કરાયો હતે. ભીમાસર ખાતે બહોળી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા ભચુભાઈ આરેઠિયાએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષના કાર્યકાળ દરમ્યાન રસ્તા સહિતના વિકાસના કામો કર્યા છે, પંરતુ આ સમયગાળા દરમ્યાન મેં કોઈનું ખરાબ નથી કર્યેં . કોઈ કામો નહીં થયા હાય, પરંતુ કોઈની લાગણી દુભાવી નથી. અમે સકારાત્મક અભિગમ ધરાવીએ છીએ. કોંગ્રેસ સકારાત્મક અભિગમ ધરાવે છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રલોભનો આપવામાં આવે છે, પરંતુ રાપરની જનતા સમજે છે કે, કયા પક્ષને વોટ આપવો કે ન આપવો અને કોંગ્રેસને જંગી બહુમતીથી જીતાડશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીખુભાઈ સોલંકીએ લોકોને સંબોધી રાપર તાલુકામાં લોકોને યાદ રહે તેવી લીડ ભીમાસર ગામ આપે તેવી અપલ કરી હતી. ગામની કોઈ પણ વ્યક્તિ બહાર હોય તો તેને ગામમાં લાવી બૂથ સુધી પહોંચાડી મતદાન કરાવવા યુવાનોને અપીલ કરી હતી. આ ઉપરાંત સેલારી કલ્યાણપર ઉમૈયા ગામની મુલાકાત લીધી હતી અને આગામી સમયમાં વિકાસની ખૂટતી કડી પૂરવાની ખાતરી આપી હતી. સાથેસાથે કોંગ્રેસને જંગી બહુમતીથી વિજય અપાવવા અનુરોધ કરાયો હતો. હમીરપર, કાનપર, ફતેહગઢ ખાતે યોજાયેલા જનસંપર્ક કાર્યક્રમમાં લોકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેળાએ ફતેહગઢ ખાતે ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. માંજુવાસ અને મોડા ગામની મુલાકાત દરમ્યાન વડીલો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

© 2022 Saurashtra Trust