ગાંધીધામમાં ભાજપે કાર્યાલયો ખોલી પ્રચારને વેગ આપ્યો

ગાંધીધામમાં ભાજપે કાર્યાલયો ખોલી પ્રચારને વેગ આપ્યો
ગાંધીધામ, તા. 23 : સંકુલમાં ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીએ સાત સ્થળોએ ચૂંટણી કાર્યાલયોના ઉદ્ઘાટન સાથે પ્રચારનો ધમધમાટ હાથ ધર્યો હતો. આદિપુરમાં વોર્ડ નં. 1, 2, અને 10, ભારતનગર વોર્ડ નં.4 તથા ગાંધીધામમાં વોર્ડ નં. 11,12,13માં ભાજપના ચૂંટણી કાર્યાલયોને ખુલ્લા મુકાયા હતા. આ પ્રસંગે ઉમેદવાર માલતીબેને મતદારોને પોતાની તરફેણમાં આશીર્વાદ વરસાવવા અનુરોધ કર્યો હતો. કાર્યાલય ઉદ્ઘાટન વેળાએ મનોજભાઈ મૂલચંદાણી, ભરતભાઈ રામવાણી, મહેન્દ્રભાઈ જુનેજાએ ઉપસ્થિત રહીને ભાજપને જીતાડવા કામે લાગી જવા હાકલ કરી હતી. આ ઉપરાંત માલતીબેને ઈફકો શોપિંગ સેન્ટર તથા નાઈ સમાજ, નૂતન સમાજવાડી ખાતે લોહાણા સમાજ સાથે બેઠક યોજીને વિજયી બનાવવા અરજ કરી હતી. પ્રચાર વેળાએ સુધરાઈ પ્રમુખ ઈશીતોબેન ટીલવાણી, ઉપપ્રમુખ બળવંતભાઈ ઠક્કર, કારોબારી ચેરમેન પુનિતભાઈ દુધરેજિયા, ચૂંટણી ઈન્ચાર્જ ધવલભાઈ આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ ઠકકર, ડો. ભાવેશ આચાર્ય, મધુકાન્તભાઈ શાહ, સુરેશભાઈ શાહ, શૈલેષભાઈ પ્રજાપતિ, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ગુજરિયા, કુલદીપસિંહ ઝાલા, કમલેશ પરિયાણી, ભરત મીરાણી, પ્રવીણભાઈ ધેડા, સંજયભાઈ ગર્ગ, એ.કે.સિંગ, ચંદ્રિકાબેન દાફડા, મનીષાબેન પટેલ, મનોજ ચાવડા, મનીષાબેન ધુવા, અરવિંદભાઈ ઠક્કર, જયશ્રીબેન રાઠી, શિવજીભાઈ સથવારા, ડો. નીતિન ઠક્કર, સુનિલ પારવાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2022 Saurashtra Trust