અંજારમાં 28મીએ આવતા વડાપ્રધાનના કાર્યક્રમની ચાલતી તડામાર તૈયારી

અંજારમાં 28મીએ આવતા વડાપ્રધાનના કાર્યક્રમની ચાલતી તડામાર તૈયારી
અંજાર, તા. 23 : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા. 28મીએ અંજારમાં વિધાનસભા ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે આવવાના હોવાથી તેમના કાર્યક્રમની ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ આરંભાઇ છે. આગામી તા. 28મીએ સવારે 9 કલાકે અંજાર આદિપુર રોડ પર આવેલા રાધે રિસોર્ટની સામે સથવારા વાડીમાં કચ્છની વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના તમામ છ ઉમેદવારોના ચૂંટણી પ્રચાર અર્થે વડાપ્રધાનનું આગમન થવાના સમાચાર મળતાં સમગ્ર ભારતીય જનતા પાર્ટી તડામાર તૈયારી કરવા લાગી ગઇ છે. વડાપ્રધાન બન્યા બાદ અનેક વખત કચ્છની મુલાકાત લઇ ચૂકેલા અને ભારતને વિશ્વગુરુ બનાવવા પ્રયત્નશીલ નરેન્દ્રભાઇના આગમનને વધાવવાની તૈયારીઓ કરવા માટે સંસદ સભ્ય ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઇ ચાવડા, જિલ્લા ભાજપના કાર્યકારી પ્રમુખ વલ્લમજીભાઇ હુંબલ, અંજારના ધારાસભ્ય વાસણભાઇ આહીર, કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ભરતભાઇ શાહ, અંજાર વિધાનસભાના ઇન્ચાર્જ વસંતભાઇ કોડરાણી, ગાંધીધામ વિધાનસભાના ઇન્ચાર્જ ધવલભાઇ આચાર્ય, તા. ભાજપ પ્રમુખ શંભુભાઇ આહીર, શહેર ભાજપ પ્રમુખ ડેનીભાઇ શાહ, અંજાર ભાજપ મહામંત્રી અશ્વિનભાઇ સોરઠિયા, અંજાર તા. ભાજપના મહામંત્રી કાનજીભાઇ શેઠ, અંજાર તા. ભાજપના પ્રભારી નરેન્દ્રસિંહ જાડેજા, નખત્રાણા તા.પં. પ્રમુખ જયસુખભાઇ પટેલ, નખત્રાણા ચૂંટણી ઇન્ચાર્જ ભાજપ ડાહ્યાભાઇ પટેલ, ભુજ વિધાનસભા ભાજપના ઇન્ચાર્જ ડો. મુકેશ ચંદે, નરોતમભાઇ પોકાર, માંડવી શહેર ભાજપના મહામંત્રી કિરણસિંહ જાડેજા, માંડવી શહેર ભાજપના આગેવાન દિનેશભાઇ હિરાણી, અંજાર ભાજપના માજી પ્રમુખ કિશોરભાઇ ખટાઉ ઉપરાંત તાલુકા અને શહેરની ટીમો આગેવાનો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના તમામ હોદ્દેદારો ઉપરાંત યુવા ભાજપના તાલુકા અને શહેરના આગેવાનો આ કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા હોવાનું ગોપાલભાઇ માતાની યાદીમાં જણાવાયું હતું.

© 2022 Saurashtra Trust