અબડાસા વિસ્તારનો ઐતિહાસિક વિકાસ કરવા સંકલ્પ

અબડાસા વિસ્તારનો ઐતિહાસિક વિકાસ કરવા સંકલ્પ
વિરાણી મોટી (તા. નખત્રાણા), તા. 23 : વિદ્યાનસભા ચૂંટણીના મતદાનની તારીખ જેમ-જેમ નજીક આવે છે, તેમ અબડાસા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાનો પ્રચાર જોર પકડી રહ્યો છે. તે અનુસંધાને શ્રી જાડેજાના મોટી વિરાણી ગામે કાર્યાલયનો આરંભ, ઉત્તરપ્રદેશના જળ સંચાલન કેબિનેટ મંત્રી સ્વતંત્ર દેવસિંહ પક્ષના કાર્યકરો સાથે બેઠક, પંથકના 21 જેટલા ગામોના લોકો સાથે જનસંપર્ક બેઠકના કાર્યક્રમો યોજાયા હતા. રાષ્ટ્ર નવનિર્માણના પ્રણેતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એક એવા નેતા છે જેઓ આદેશને નહીં પણ વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવા માટે સમગ્ર દુનિયાની જેના પર અપેક્ષા છે એવા નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા વર્તમાન ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી વિજયી બનાવવા કામે લાગી જવા વિરાણી ગામે કાર્યકરો સાથે બેઠકમાં ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી સ્વતંત્ર દેવસિંહએ હાકલ કરી હતી. વર્તમાન ચૂંટણીમાં પણ રાજ્યમાં ભાજપની સરકાર બનશે ત્યારે આ વિસ્તારને વિકાસની દ્રષ્ટિએ ઐતિહાસિક વિકાસ કરાવવા માટે સંકલ્પબદ્ધ રહીશ તેવું મોટી વિરાણી ગામે કાર્યલાયનું આરંભ કરાવતા ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ મોટી સંખ્યામાં ઉમટેલા પક્ષના કાર્યકરો, લોકોને સંબોધન કરતા જણાવીને વિકાસના કરેલા અસંખ્ય કામોના આધારે ફરીથી મત આપી વિજયી બનાવવા અનુરોધ કર્યો હતો. નખત્રાણા તા.પં.ના પ્રમુખ જયસુખભાઈ પટેલ, તા. ભાજપના પ્રમુખ દિલીપભાઈ નરસિંગાણી, ગ્રા.વિ. મંડળના પ્રમુખ ભરતભાઈ સોમજિયાણી, રાજેન્દ્રસિંહ જાડેજા, યુવા સંરપંચ છગનલાલ ઠક્કર, હાજી નુરમામદ ખત્રીએ અબડાસા મતવિસ્તારના બહોળા વિકાસ માટે પ્રદ્યુમનસિંહ જાડેજાને વિજય અપાવવા અનુરોધ કર્યો હતો. સભામાં ઉપસરપંચ રતીલાલ મામા, જયેશભન, ગોવિંદભાઈ બળિયા, કાનજી બળિયા, ઓસમાણ લંગા, અબ્દુલ્લા ચાકી, દયાલભન, સૂર્યકાંત ધનાણી, પરસોત્તમ દિવાણી, અમૂલ ગોસ્વામી, ઉમર ખત્રી, મામદ ખત્રી, જયેશ કાનાણી, મનોજભાઈ માનાણી સહિત મોટી સંખ્યામાં તમામ સમાજોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પટ્ટીના ગામો દેવસર, લાખિયારવીરા, ચાવડકા, હીરાપર, ભીમસર, વેડહાર, ગોધિયાર સહિત 21 ગામોના ચૂંટણી પ્રચાર પ્રવાસમાં જયસુખભાઈ પટેલ, હરિસિંહ રાઠોડ, દિલીપભાઈ નરસિંગાણી, કરશનજી જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, ખેંગારભાઈ રબારી, મહેન્દ્રસિંહ સોઢા, વસંતભાઈ વાઘેલા, ચંદનસિંહ રાઠોડ, ભીભાજી જાડેજા, લાલજી રામાણી, દિનેશભાઈ નાથાણી, મહિપતસિંહ સોઢા, હોતખાન મુતુવા, બાબુસિંહ, ગોરધનભાઈ રૂડાણી જોડાયા હતા.

© 2022 Saurashtra Trust