માધાપરમાં જોવા મળ્યો ભાજપ તરફી લોકજુવાળ

માધાપરમાં જોવા મળ્યો ભાજપ તરફી લોકજુવાળ
ભુજ, તા. 23 : ભુજ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કેશુભાઈ પટેલનો પ્રચાર-પ્રસાર ચરમસીમાએ પહોંચ્યો છે. ભુજ શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં અવિરત જનસંપર્ક બાદ સમગ્ર દિવસ દરમ્યાન માધાપર ગામમાં પ્રચાર અભિયાન હાથ ધરાયું હતું. માધાપરના જૂનાવાસ અને નવાવાસમાં પ્રચાર અભિયાન વેળાએ જૂના અને નવાવાસ બન્ને પંચાયતના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. માધાપર ગામની અઢારે આલમે કેશુભાઈની તરફેણમાં ભારે સંખ્યામાં મતદાન કરવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. માધાપર ગામે લોહાણા મહાજન, જૈન મહાજન, બ્રહ્મસમાજ ઉપરાંત આહિર, ગોસ્વામી, ક્ષત્રિય, ગઢવી, સોની તેમજ મિત્રી સમાજ તેમજ કોલી અને પારાધી સમાજ, મહેશ્વરી સમાજ તથા મુસ્લિમ સમુદાયના હોદ્દેદારો તથા સામાજિક અગ્રણીઓ સાથે વિભિન્ન બેઠકો યોજાઈ હતી. માધાપર ગામમાં નવાવાસ અને જૂનાવાસ ખાતેના ચૂંટણી કાર્યાલયોનું પણ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામવાસીઓ ઉપરાંત પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સામેલ થયા હતા. પ્રચાર પ્રવાસ દરમ્યાન ઉત્સાહ અને ભાજપ તરફી જુવાળ દેખાઈ રહ્યો હતો, તે બાબતે કેશુભાઈ પટેલે જણાવ્યું કે, મારી ઉમેદવારીથી લઈને આજ દિવસ સુધી જયાં પણ હું ગયો છું, જેને પણ હું મળ્યો છું તે  દરેક લોકોએ મને અઢળક પ્રેમ આપેલ છે. પ્રવાસ દરમ્યાન કેશુભાઈ પટેલની સાથે જિલ્લા પંચાયતના અધ્યક્ષા પારૂલબેન કારા, જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ જયંતભાઈ માધાપરિયા, સામાજિક અગ્રણી દિલીપભાઈ દેશમુખ, મિહીરભાઈ કોટેચા, રમેશભાઈ મહેશ્વરી, માવજીભાઈ ગુંસાઈ, બાર એસોસિયેશનના હેમાસિંહભાઈ ચૌધરી, ખીમજીભાઈ હિરાણી, હરીશભાઈ પિંડોરિયા, પ્રવિણભાઈ પિંડોરિયા, વિનોદભાઈ પિંડોરિયા, વિનોદભાઈ ભૂડિયા, સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી રવજીભાઈ માવજીભાઈ ભુડિયા, ઠાકર મંદિરના ટ્રસ્ટી વેલજીભાઈ મુળજીભાઈ ભૂડિયા, નવચેતન અંધજન મંડળના ટ્રસ્ટી જિણાભાઈ દબાસિયા, રામજી શામજી પિંડોરિયા, હિરેનભાઈ વાઘડિયા, પ્રવિણભાઈ ગોરસિયા, પ્રવિણભાઈ ખોખાણી, ધનજીભાઈ સુથાર, જગદિશાસિંહ જોરાવરાસિંહ જાડેજા, ભાવનાબેન ભૂડિયા, પલ્લવીબેન ઉપાધ્યાય, વંકાભાઈ રબારી સહિતના આગેવાનો જોડાયા હતા એમ ઉમેદવારની યાદીમાં જણાવાયું હતું.  લોહાણા સમાજમાંથી દિલીપભાઈ ભીંડે, દિનેશભાઈ ઠક્કર, ભરતભાઈ ભીંડે, નટુભાઈ રાયકુંડલ, જૈન સમાજમાંથી હિતેશભાઈ ખંડોર, ભૂપેન્દ્રભાઈ શાહ, વસંતભાઈ મહેતા, કડવા પાટીદાર સમાજમાંથી બાબુભાઈ પટેલ, મિત્રી સમાજમાંથી વિનોદભાઈ સોલંકી, મનોજભાઈ સોલંકી, તાલુકા પંચાયત સદસ્ય પ્રવિણાબેન રાઠોડ, બ્રહ્મ સમાજમાંથી મહેશભાઈ આર્ય, અશોકભાઈ આર્ય, ગોસ્વામી સમાજમાંથી દેવગર ગોસ્વામી, સતીશભાઈ ગોસ્વામી, માવજીભાઈ ગોસ્વામી, ક્ષત્રિય સમાજમાંથી દાદુભા ચૌહાણ, કલુભા વાઘેલા, ગઢવી સમાજમાંથી પ્રમુખ કીશોરદાન ગઢવી, ફતેહદાન ગઢવી, સુરેશભાઈ ગઢવી, સોની સમાજમાંથી બીપીનભાઈ સોની, દિનેશભાઈ સોની, વસંતભાઈ સોની, આહિર સમાજમાંથી પ્રમુખ ધનાભાઈ રાણાભાઈ આહિર, વાલજીભાઈ આહિર, શંભુભાઈ જરૂ, રમેશભાઈ આહિર, લક્ષ્મીબેન જરૂ, વર્ધમાનનગરમાંથી સરપંચ જયોતિબેન શાહ, દીપકભાઈ લાલન, રાહુલભાઈ મહેતા, હેતલબેન મહેતા, મહેશ્વરી સમાજમાંથી નારાણભાઈ મહેશ્વરી, ગંગાબેન મહેશ્વરી, કાનજીભાઈ મહેશ્વરી, કોલી સમાજમાંથી વિજયભાઈ કોલી, મહેન્દ્રભાઈ કોલી, વિશ્રામભાઈ કોલી, પારાધી સમાજમાંથી માવજીભાઈ, મુસ્લિમ સમાજમાંથી વાજીદભાઈ સમા, અબ્રાહમ સમા સહિતના આગેવાનો જોડાયા હતા.

© 2022 Saurashtra Trust