મેઘપરની રહેણાક વસાહતો સમસ્યાગ્રસ્ત

મેઘપરની રહેણાક વસાહતો સમસ્યાગ્રસ્ત
અંજાર, તા. 23 : અહીંની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ડાંગરે મેઘપર- વિસ્તારની પ્રચાર ઝુંબેશમાં પ્રશ્નો ઉકેલવા હૈયાધારણ આપી હતી. શ્રી ડાંગરે મેઘપર બોરીચી વિસ્તારમાં અનેક સોસાયટીમાં પ્રચારમાં ઝુંબેશ હાથ ધરી હતી. આ વેળાએ 125 જેટલી સોસાયટીઓમાં સંખ્યાબંધ પ્રશ્નો રજૂ કર્યા હતા, જેમાં જી.ડી.એ દ્વારા આ સોસાયટીઓ મકાનદીઠ 25 હજાર જેટલી રકમ વસુલાય છે. નાગરિકો ગ્રામ પંચાયત અને જીડીએ વચ્ચે પીસાઈ રહી હોવાની રાવ બહાર આવી હતી. આ વસાહતોમાં ઉભરાતી ગટરો, પેયજળ, સફાઈ સહિતની પાયાની સવલતોને લઈને આક્રોશ વર્તાયો છે. શ્રી ડાંગરે પોતાને તરફેણમાં જીત અપવવાનો અનુરોધ કરતા કહ્યંy હતું કે, અહીં વસ્તી હોવા છતાં સ્થાનિક નગરપાલિકા મળતી નથી. વારંવાર રેલવે ફાટકને લઈને સર્જાતાં ટ્રાફિકજામના દૃશ્યોને લઈને દર્દીઓ સમયસર પહોંચી શકતા નથી. 50 હજારની વસ્તી સામે ચાર જેટલી શાળાઓ આવેલી છે. જેને કારણે ગરીબ અને મધ્યમવર્ગના વાલીઓ બાળકોને મોંઘી ફી ભરીને ખાનગી શાળાઓમાં ભણાવવા મજબૂર બન્યા છે. સ્થાનિક સમસ્યાઓ અંગે ભાજપના ધારાસભ્યે કોઈ નોંધપાત્ર પ્રયાસો કર્યો ન હોવાનો ગંભીર આક્ષેપ તેમણે કર્યો હતો. આ વેળાએ કથળતી જતી કાયદો વ્યવસ્થાનો મુદ્દો પણ ગાજ્યો હતો. ચૂંટણી પ્રચાર દરમ્યાન કરશનભાઈ રબારી, રમેશભા ગઢવી, કાનાભાઈ આહીર, હરદેવસિંહ ઝાલા, ધર્મેન્દ્ર પટેલ, શિવરાજ ગઢવી, વેલજી માલી, ગોપાલ ગઢવી, કરણ ગઢવી, બિંદુબેન યાદવ, અરવિંદ રાજપૂત, જગદીશભાઈ માતા, મિતેષ પંડયા, જોરાભાઈ રબારી, સ્વરૂપસિંહ ચાવડા, સુરૂભા જાડેજા, ભરત ભાનુશાલી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2022 Saurashtra Trust