રાપરમાં વિવિધ વિસ્તારમાં યોજાતી બેઠકમાં મળતો આવકાર

રાપરમાં વિવિધ વિસ્તારમાં યોજાતી બેઠકમાં મળતો આવકાર
રાપર, તા. 23 : ભાજપના ઉમેદવાર દ્વારા વિવિધ ગામડાઓમાં જનસંપર્ક અભિયાન આદરવાની સાથે દરરોજ રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં લોકોનો બહોળો પ્રતિભાવ મળી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર બેમાં સમાવાસ ખાતે રહેવાસીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ વેળાએ ઉમેદવાર વીરેન્દ્રસિંહ જાડેજાના પ્રતિનિધિ હરદીપસિંહ જાડેજા, હઠુભા સોઢા, ઉમેશ સોની, લક્ષમણસિંહ સોઢા, ભીખુભા સોઢા, પ્રદિપસિંહ સોઢા, મુળજીભાઈ પરમાર, લાલમામદ રાઉમા અને સમાજના આગેવાનો બહોળી સંખ્યમાં હાજર રહ્યા હતાં. આ વેળાએ બળવંતભાઈ ઠક્કરે વાગડમાં વિકાસના કામોને આગળ ધપાવવા માટે વીરેન્દ્રસિંહ જાડેજાને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી. શહેર ભાજપ પ્રમુખ ઉમેશભાઈ સોનીએ પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું. લોકોએ પણ વિકાસ મોટે ભાજપને મત આપવા પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી. બેઠક પુર્વે મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણ પિતા પુત્રોને બે મીનીટ મૌન પાળી અંજલી આપવામાં આવી હતી. સંચાલન રમજુ મહીડા અને ઈસ્માઈલ ટાંકે કર્યું હતું.

© 2022 Saurashtra Trust