લાયન્સ હોસ્પિટલને ડાયાલિસીસ મશિનનું દાન

લાયન્સ હોસ્પિટલને ડાયાલિસીસ મશિનનું દાન
ભુજ, તા. 23 : અહીંની એલએનએમ લાયન્સ હોસ્પિટલને એક ડાયાલિસીસ મશિન માટે દબાસિયા પરિવાર તરફથી 7.50 લાખનું દાન મળ્યું હતું. અ.નિ. કુંવરજીભાઇ લધાભાઇ દબાસિયા, અ.નિ. રામબાઇ કુંવરજીભાઇ દબાસિયાના આત્મશ્રેયાર્થે હસ્તે પુત્રી રાધાબેન દબાસિયા તથા દેવજીભાઇ ગાંગજીભાઇ દબાસિયા,  ધનુબેન દેવજીભાઇ, અરવિંદભાઇ દેવજીભાઇ, ભારતીબેન અરવિંદભાઇ પરિવાર તરફથી મળેલા આ મશિનના લોકાર્પણનો સમારોહ યોજાયો હતો. દાતા તેમજ મહેમાનોનું હોસ્પિટલમાં વાજતે-ગાજતે સ્વાગત કરાયું હતું. ત્યારબાદ તેમના હસ્તે દીપ પ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. અક્ષર નિવાસી આત્મજનોને સૌએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. લાયન્સ ક્લબ ભુજના પ્રમુખ શૈલેન્દ્રભાઇ રાવલે દાતા અને સાથે મહેમાનોનું સ્વાગત અભિવાદન કર્યું હતું. હોસ્પિટલના ચેરમેન ભરતભાઇ એ.ડી. મહેતાએ હોસ્પિટલમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓથી સર્વેને માહિતગાર કર્યા હતા. દાતા પરિવાર તેમજ મહેમાનોએ અનુભવો રજૂ કર્યા. હોસ્પિટલ અને સમગ્ર ટીમની સેવા કામગીરીની પ્રશંસા કરી હતી. દાતા પરિવારના ઝીણાભાઇ ગાંગજીભાઇ દબાસિયા, માધાપરના ભરતભાઇ શાહ વગેરે હાજર રહ્યા હતા. મહેમાનોનું પદાધિકારી લાયન્સ સભ્યો દ્વારા શાલ અને સ્મૃતિચિહ્નથી સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન અભય શાહે તેમજ આભારવિધિ ખજાનચી ઉમેશ પાટડિયાએ કરી હતી.

© 2022 Saurashtra Trust