સામખિયાળીમાં બાઈક સાથે કાર અથડાવી યુવાનની હત્યાનો પ્રયાસ

રાપર, તા. 23 : ભચાઉ તાલુકાના સામખિયાળીમાં 10 શખ્સેએ યુવાન ઉપર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ આજે 10.45 વાગ્યાના અરસામાં બન્યોહતો. આ મામલે ફરીયાદી સિકંદર જાનમામદ ગગડાએ આરોપી વિપુલ જેઠા વાણીયા, રવિ જેઠા વાણીયા અને 8 અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોધાવી છે. ફરીયાદી તેના મિત્ર સાથે ભચાઉ કોર્ટમાં મુદત પુરી કરી પરત ઘરે જતો હતો. આ દરમ્યાન સામખિયાળી ટોલનાકાથી આગળ રોંગ સાઈડમાં આવેલી સ્કોર્પીયો કારના ચાલકે ફરીયાદીની બાઈકને ટક્કર મારી હતી. હતભાગી યુવાન નીચે પડી ગયો હતો.કારમાંથી ઉતરેલા આરોપીઓએ લોખંડના પાઈપથી ફરીયાદી ઉપર હુમલો કર્યો હતે તેમજ આઠ અજાણ્યા શખ્સો ધોકા ધારીયા સાથે ઉતર્યા હતા અને ગાળો આપી હતી. તેનો મિત્ર છોડાવવા પડતા તેને પણ માર મારી ઈજા પહોંચાડી હતી. ફરીયાદીએ આરોપી વિપુલને માર મારતો વીડીયો બનાવ્યો હતો. તેનું મનદુ:ખ રાખી હુમલો કરાયો હતો. ઘાયલ યુવાનને સારવાર માટે ભુજ ખસેડાયોછે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2022 Saurashtra Trust