સેવાર્થીઓને પ્રમાણિકતાપૂર્વક સેવા કરવા મહાસતીજીની શીખ

સેવાર્થીઓને પ્રમાણિકતાપૂર્વક  સેવા કરવા મહાસતીજીની શીખ
મુંદરા, તા. 23 : છ કોટિ જૈન સ્થાનક ખાતે લિંબડી -અજરામર સંપ્રદાયના પૂ. કોમલજી જિનશ્રીજી મહાસતીજીના સાંનિધ્યમાં દેરાસર -ઉપાશ્રય - સ્થાનક તથા આયંબિલ શાળામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. પંન્યાસજી પૂર્ણરક્ષિત મહારાજની પ્રેરણા તથા આચાર્ય ભાવચન્દ્રજી મ.સા.ના આશીર્વાદથી આયોજિત કાર્યક્રમના પ્રારંભે આયંબિલઓળીના તપસ્વી ભોગીભાઈ મહેતાએ શાબ્દીક સ્વાગત કર્યું હતું. પૂ. મહાસતીજીએ સેવાર્થીને પ્રમાણિકતાપૂર્વક અંતરના ઉમંગથી સેવા કરવાની શીખ આપી હતી. આ પ્રસંગે જૈન સમાજના પ્રમુખ ભૂપેન્દ્ર મહેતા પાંજરાપોળના પ્રમુખ નવીનભાઈ મહેતા, હિરેન સાવલા, વિનોદ મહેતા સહિતનાએ સમાજની એકતા પર ભાર મૂકયો હતો. આ સુકૃતના મુખ્ય લાભાર્થી શાંતાબેન નેમચંદ ન્યાલચંદ મહેતા પરિવાર (અરિહંત ગ્રુપ) તથા સહયોગી લાભાર્થી નીલમબેન ભૂપેન્દ્ર મહેતા, આશાબેન અનિલભાઈ મહેતા, કલ્પનાબેન જીતેન્દ્રભાઈ શાહ, પુષ્પાબેન કીર્તિભાઈ શાહ, મંજુલાબેન મોહનલાલ દેસાઈ રહ્યા હતા. તમામ કર્મચારીઓને રૂપિયા 1600 તથા મીઠાઈનું પેકેટ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે અશ્વિન મહેતા, અનિલ મહેતા, મનિષ મોરબિયા, સુરેશ મહેતા, પ્રવિણ મહેતા, ભરત મહેતા, રીતેસ પરીખ, રાજુ મહેતા તથા પાંચે ગચ્છના ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તપગચ્છ જિનાલયના પૂજારી હરજીભાઈ ગઢવીએ આભાર વ્યક્ત કર્યો હતો, તેવું વિનોદ મહેતાની યાદીમાં જણાવાયું હતું.

© 2022 Saurashtra Trust