ઝોનકક્ષાના કલા ઉત્સવમાં ભુજની માતૃછાયાએ મેદાન માર્યું

ઝોનકક્ષાના કલા ઉત્સવમાં ભુજની માતૃછાયાએ મેદાન માર્યું
ભુજ, તા. 23 : ઉત્તર ઝોનમાં કલા ઉત્સવ-2022 પાટણ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં ભુજના માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ વિવિધ 5ાંચ કૃતિમાં ભાગ લીધો હતો. તેમાંથી 2 કૃતિમાં પ્રથમ નંબર, 2 કૃતિમાં દ્વિતીય નંબર, 1 કૃતિમાં તૃતીય નંબર મેળવ્યો છે. દૃશ્યકલા દેશી રમકડામાં ઠક્કર કોમલ પ્રથમ અને વાદ્ય પરંપરાગતમાં જોશી ધ્યાની પ્રદીપભાઈ પ્રથમ, ચિત્રકલા 2-ડીમાં બુદ્ધભટ્ટી પ્રાચી, ચિત્રકલા 3-ડીમાં ડાભી હેતવી દ્વિતીય તથા શાત્રીય નૃત્યમાં શાહ દિતી તૃતીય ક્રમાંક મેળવ્યો છે. કન્વીનર બિનિતાબેન અને માર્ગદર્શક શિક્ષકો ફ્રાન્સીબેન, હર્ષિદાબેન, વૈદેહીબેનને શાળાના આચાર્યા સુહાસબેન તન્ના ગોસ્વામીએ પ્રેરણા આપી હતી. ટ્રસ્ટી મધુભાઈ સંઘવી તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળે શુભેચ્છાઓ પાઠવી હતી.

© 2022 Saurashtra Trust