ચૂંટણી પૂર્વે ખીરસરા - વિંઝાણમાં પોલીસની સુલેહ - શાંતિ બેઠક

ચૂંટણી પૂર્વે ખીરસરા - વિંઝાણમાં પોલીસની સુલેહ - શાંતિ બેઠક
ખીરસરા (તા. અબડાસા), તા. 23 : આજે અબડાસા તાલુકાના ખીરસરા-વિંઝાણ ગામે ચૂંટણી પહેલાં સુલેહ-શાંતિની બેઠક કોઠારા પોલીસ દ્વારા યોજાઇ હતી. આમાં ગામના હિન્દુ-મુસ્લિમ આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને દરેક બૂથમાં શાંતિથી મતદાન થાય અને કોઇ પણ સુલેહ-શાંતિ ન ડહોળાય તેની તકેદારી રાખવામાં આવે એવી વિશેષ ભલામણ આગેવાનોને કોઠારા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. શ્રી જાડેજા દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ગામના ઉપસરપંચ આદમભાઇ હિંગોરા દ્વારા ગામની સમગ્ર જવાબદારી લેતાં જણાવ્યું હતું કે, આઝાદીથી આજ દિવસ અમારા ગામમાં ક્યારેય પણ સુલેહ-શાંતિનો ભંગ થયો નથી અને અત્યારે પણ નહીં થાય તેવી ખાતરી આપી હતી. ગામના આગેવાનો દ્વારા કોઠારા પોલીસ સ્ટેશન પી.એસ.આઇ.નો અગ્રણી ઇબ્રાહિમભાઇ હિંગોરા દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમ અબડાસા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ રજાક હિંગોરાએ જણાવ્યું હતું.

© 2022 Saurashtra Trust