આદિપુરના ફાયનાન્સરના છ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

ગાંધીધામ, તા. 23 : ભુજના ચકચારી હનીટ્રેપના ફરિયાદી તથા ગોવાના દુષ્કર્મના આરોપીને ગોવા પોલીસે કોર્ટમાં રજૂ કરતા આ શખ્સના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આદિપુરમાં રહેતા ફાયનાન્સર અનંત ઠક્કર વિરુદ્ધ ગોવા ખાતે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. ગોવાની પોલીસે અહીં આવી આરોપીને સ્થાનિક કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવી તેને ગોવા લઇ ગઇ હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરાતા તેના તા. 28-11 સુધી 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનારા અન્ય ચાર શખ્સો કોણ હતા ? તે તરફ ગોવા પોલીસે તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર સાથે આરોપી પક્ષે સંપર્ક કરી સમાધાન કરવાના પ્રયત્ન કરાયા હોવાનું પણ બહાર આવ્યું હતું. ભોગ બનનારને ફોડવાના પ્રયત્નો કરાતા આરોપીના સંબંધીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરાઇ હોવાનું બહાર આવ્યું હતું. આ રિમાન્ડ દરમ્યાન પોલીસે વધુ વિગતો ઓકાવવાની દિશામાં તપાસ હાથ ધરાઇ હોવાનું જાણવા મળ્યું હતું.

© 2022 Saurashtra Trust