નિવૃત્ત મહિલા કર્મચારીને વ્યાજની રકમ ચૂકવવા વડી અદાલતનો આદેશ

ભુજ, તા. 23 : શહેર સુધરાઇમાં વર્ષોથી અલગ અલગ શાખામાં ફરજ બજાવી ગયેલા અને થોડા વર્ષ પહેલાં નિવૃત્ત થયેલા મહિલા કર્મચારી સરલાબેન ધોળકિયાની નિવૃત્ત સમયે મોંઘવારી ભથ્થાની રકમ વધુ ચૂકવાઇ ગઇ છે તેવા બહાના હેઠળ કપાત કરી લેવાઇ હતી. જે-તે સમયે હાઇકોર્ટમાં દાદ માગતા હાઇકોર્ટે મોંઘવારી ભથ્થાની તમામ રકમ વ્યાજ સહિત ચૂકવી દેવા નગર સેવા સદનને ફરમાન કર્યું હતું. વ્યાજ માટે એડવોકેટ શિવાંગ શાહ અને ધારા શાહ મારફતે દાદ માગતાં હાઇકોર્ટે સુધરાઇની ઝાટકણી કાઢી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અન્ય ત્રણ કર્મચારીઓનો પણ મોંઘવારીની રકમ ચૂકવી દેવા કોર્ટે કહ્યું હતું, પરંતુ ભુજ સુધરાઇએ હજી નહીં ચૂકવતા આ ત્રણે કર્મચારીઓ હાઇકોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે. કર્મચારીને પણ હજુ મોંઘવારી ભથ્થાની રકમ નહીં મળતાં આવા કર્મચારીઓ પણ હાઇકોર્ટમાં જવાની તૈયારી આદરી છે.

© 2022 Saurashtra Trust