મુંબઈમાં એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલ ભુજનો યુવક બે દિ''ના રિમાન્ડ તળે

ભુજ, તા. 23 : મુંબઈથી એમડી ડ્રગ્સ લઈને આવતા ભુજના યુવકને મુંબઈ એટીએસએ ઝડપી લીધા બાદ પોલીસ હવાલે કરાયો હતો. તેને ગઈકાલે મુંબઈની કોર્ટમાં રજૂ કરાતા બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. મુંબઈ એટીએસે બાતમીના આધારે બોરીવલી સ્ટેશન બહાર મેફેડ્રોન ડ્રગ્સ 19.6 ગ્રામ કિં.રૂા. 1.96 લાખના જથ્થા સાથે ભુજના યુવક ઈમરાન ઉર્ફે રોયલ અબ્દુલ અરબને ઝડપી કસ્તુરબા પોલીસ મથકે ગુનો નોંધાવાયા બાદ ગઈકાલે આરોપી ઈમરાનને કોર્ટમાં રજૂ કરાતા તેના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ઈમરાન એમ્બ્યુલન્સ ડ્રાઈવર હોવાથી તે એમ્બ્યુલન્સ તથા રેલ માર્ગે મુંબઈથી ડ્રગ્સ લઈ અમદાવાદ અને કચ્છમાં પેડલરોને વેચાણ અર્થે આપતા હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. આ રિમાન્ડ દરમિયાન તેણે કેટલી ખેપ મારી હતી અને આ માલ ક્યાંથી લઈ આવતો હતો અને કોને-કોને આપતો હતો તેના સહિતની માહિતી કઢાવાના પ્રયાસો રિમાન્ડ દરમ્યાન થશે.

© 2022 Saurashtra Trust