અંતિમ ઓવરમાં બાજી પલ્ટી: પાકની ત્રણ રને રોમાંચક જીત

કરાચી, તા.26: પાકિસ્તાને આખરી બે ઓવરમાં ઇંગ્લેન્ડના ખરાબ પ્રદર્શનનો લાભ ઉઠાવીને ચોથા મેચમાં હરીફ ટીમની જીત છીનવીને સાત મેચની ટી-20 શ્રેણી 2-2થી બરાબર કરી હતી. પાકિસ્તાનના 4 વિકેટે 168 રનના જવાબમાં ઇંગ્લેન્ડને 18 દડામાં 33 રનની જરૂર હતી ત્યારે લિયામ ડોસને પાક. ઝડપી બોલર મોહમ્મદ હસનૈને ફેંકેલી 18મી ઓવરમાં ચાર ચોક્કા અને એક છક્કાથી 24 રન ઝૂડી નાંખ્યા હતા. આ પછી તેણે 19મી ઓવરમાં રઉફના પહેલા દડે ચોક્કો ફટકાર્યો હતો. તે સમયે ઇંગ્લેન્ડને 10 દડામાં માત્ર પાંચ રનની જરૂર હતી અને ત્રણ વિકેટ બાકી હતી ત્યારે રઉફે લિયામ ડોસન (17 દડામાં 34) રનને મિડવિકેટ પર કેચ આઉટ કર્યો. પછી ઓલી સ્ટોનને ઝીરોમાં આઉટ કર્યો. આખરી ઓવરમાં ઇંગ્લેન્ડને ચાર રનની અને પાક.ને એક વિકેટની જરૂર હતી. આખરી ઓવરના બીજા દડે રીસે ટોપલે રન આઉટ થયો અને આ સાથે જ પાકિસ્તાને હારની બાજી જીતમાં પલટાવીને 3 રને મેચ જીતી લીધો હતો.........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust