ડિનને ચેતવણી આપી, છતાં ન માની એટલે રનઆઉટ કરી: દીપ્તિ

નવી દિલ્હી, તા.26: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા ઇંગ્લેન્ડથી સ્વદેશ પરત ફરી ચૂકી છે જ્યારે તેને આખરી વન ડે મેચના વિવાદાસ્પદ રન આઉટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણીએ કહ્યંy કે ચાર્લોટ ડીન વારંવાર દડો ફેંક્યા પહેલા રન લેવા દોડી પડતી હતી. આ બારામાં ટીમે અમ્પાયરને ફરિયાદ પણ કરી હતી. ડિનને પણ ચેતવણી આપી હતી. આમ છતાં ઇંગ્લેન્ડની આ બેટર માની નહીં, આથી મારે મજબૂર બનીને તેને રનઆઉટ કરવી પડી. આમાં કાંઈ ખોટું થયું નથી. પૂરી રીતે નિયમ અનુસાર થયું છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે ત્રીજો વન ડે મેચ ભારતીય મહિલા ટીમની દિગ્ગજ ઝડપી બોલર ઝૂલન ગોસ્વામીનો આખરી મેચ હતો. ટીમે તેને જીત સાથે વિદાય આપી હતી. રનઆઉટની આ ઘટના બાદ એમસીસીએ પણ સ્પષ્ટ કર્યું છે કે આમાં કાંઇ ખોટું નથી. આથી દરેક બેટરને સંદેશો મળે છે કે તેઓ બોલ ફેંકાયા પહેલા ક્રિઝ ન છોડે........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust