શરીરમાં તાવ હોવા છતાં સૂર્યકુમાર ઝળહળી ઉઠયો

હૈદરાબાદ, તા.26: ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધના રવિવારે રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં એક દડો બાકી રાખીને 6 વિકેટે રોમાંચક જીત મેળવી હતી. આ મેચના હિરો સૂર્યકુમાર યાદવે 36 દડામાં પ ચોગ્ગા-પ ચગ્ગા સાથે 69 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ખાસ વાત એ છે કે આ મેચ પૂર્વે સૂર્યકુમાર બિમાર હતો અને તાવથી તપી રહ્યો હતો. આ વાત ખુદ સૂર્યકુમારે કહી છે. બીસીસીઆઇના ટિવટર હેન્ડલ પર પોસ્ટ થયેલા એક વીડિયોમાં તેણે જણાવ્યું કે મને તાવ હતો અને પેટમાં દર્દ હતું, પણ નિર્ણાયક મેચમાંથી હું ખસી જવા માંગતો ન હતો........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust