આફ્રિકા સામે અનફિટ શમીના સ્થાને મલિકને તકની શક્યતા

નવી દિલ્હી, તા.26: ઓસ્ટ્રેલિયા સામેના શ્રેણી વિજય બાદ ભારતીય ટીમ હવે વિશ્વ કપની તૈયારી અર્થે હોમ ગ્રાઉન્ડ પર બુધવારથી પ્રવાસી ટીમ દ. આફ્રિકા વિરૂધ્ધ ત્રણ મેચની ટી-20 શ્રેણી રમશે. આ સિરીઝમાં પણ અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીનું રમવું નિશ્ચિત નથી. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની ઠીક પહેલા તે કોરોના પોઝિટિવ જાહેર થયો હતો. જેમાંથી તે હજુ સંપૂર્ણ બહાર આવી શકયો નથી. આથી અનફિટ શમીના સ્થાને દ. આફ્રિકા સામે સ્પીડસ્ટાર ઉમરાન મલિકને તક મળી શકે છે. શમી ટી-20 વર્લ્ડ કપમાં સ્ટેન્ડબાય ખેલાડીની સૂચિમાં સામેલ છે. આફ્રિકા સામેની શ્રેણીમાં ઉમરાન મલિક સ્ટેન્ડબાય ખેલાડી તરીકે સામેલ છે. આથી શમીના સ્થાને તેને તક મળી શકે છે. ઓસ્ટ્રેલિયા સામે ભુવનેશ્વર અને હર્ષલની નિષ્ફળતાને લીધે ટીમ ઇન્ડિયા ઉમરાન મલિકનો પ્રયોગ કરી શકે છે. ભારત-આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની ટી-20 શ્રેણીના મેચ તા. 28મી, 2 અને 4 ઓકટોબરે રમાશે. આ પછી ભારતીય ટીમ વિશ્વ કપ માટે ઓસ્ટ્રેલિયા રવાના થશે......વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust