સીઆરની ધારણા; નવેમ્બર સુધી ચૂંટણી

અમદાવાદ, તા. 26 (અમારા પ્રતિનિધિ તરફથી) : આણંદ જિલ્લાના નવા કાર્યાલય કમલમના લોકાર્પણ બાદ જિલ્લા પેજ સમિતિ સ્નેહ મિલન સભા યોજાઈ હતી. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે,ઓક્ટોબરની 20 થી 22 તારીખ વચ્ચે ચૂંટણી જાહેર થઇ શકે છે અને નવેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પૂર્ણ થઈ જાય એવું મને લાગે છે. એટલું જ નહીં આ વખતે બે તબક્કામાં મતદાન યોજાવાની સંભાવના છે. વર્ષ 2012-2017માં તો ડિસેમ્બરની 12મી તારીખે ચૂંટણી યોજાઈ હતી. આ વખતે 10થી 12 દિવસ વહેલા ચૂંટણી આવી જાય તેવું મારું માનવું છે.........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust