ગેહલોત પર ગાંધી પરિવારની ખફગી વરસી

નવી દિલ્હી, તા. 26 : કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે રવિવારની સાંજ સુધી જેનું નામ સુનિશ્ચિત જણાતું હતું તેવા અશોક ગેહલોત અને તેમના સમર્થક વિધાયકોએ રાજસ્થાનમાં સચિન પાયલટને મુખ્યમંત્રી બનતા રોકવા માટે કરેલા વિદ્રોહથી પક્ષની હાલત ડામાડોળ થઈ ગઈ છે. અત્યાર સુધી ગેહલોતને કોંગ્રેસનાં શીર્ષ નેતૃત્વ અને ગાંધી પરિવારના વિશ્વાસુ માનવામાં આવતા હતા પણ રાજસ્થાનના મુખ્યમંત્રી પદ માટે તેમણે કરેલાં શક્તિ પ્રદર્શનથી હવે પક્ષમાં ગેહલોત પણ અળખામણા બની ગયા છે અને આની કિંમત પણ તેમણે ચૂકવવી પડી શકે છે. મુખ્યમંત્રી પદનાં તેમના મોહનાં કારણે હવે પક્ષના પ્રમુખ પદની રેસમાંથી તેમને બહાર કરી નાખવામાં આવ્યા છે. આટલું જ નહીં આવનારા સમયમાં રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદે પણ ચહેરો બદલાય તેવી પૂરી સંભાવના છે.........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust