કચ્છનાં ભૂજળમાં સરેરાશ સવા પાંચ ફૂટનો વધારો

કચ્છનાં ભૂજળમાં સરેરાશ સવા પાંચ ફૂટનો વધારો
મુંજાલ સોની દ્વારા ભુજ, તા. 2પ : આમ તો કચ્છ અને વરસાદ વચ્ચે બહુ મિત્રતા નથી, પણ છેલ્લા કેટલાક વર્ષથી ટ્રેન્ડ થોડો બદલાયો છે અને એમાંય આ વખતે તો ભાગ્યવિધાતા 189 ટકા વરસાદ સાથે રીતસરના રીઝી પડતાં એક તરફ નદીનાળા છલકાઈ ગયા છે તો બીજી તરફ ભૂગર્ભજળના સ્તરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ઓગષ્ટ સુધીમાં જ સરેરાશ 1.60 મીટર એટલે કે લગભગ પ.2પ ફૂટ જેટલો નોંધપાત્ર વધારો નોંધાયો છે અને હવે પછી ભૂતળની સપાટી જ્યારે સત્તાવાર રીતે માપવામાં આવશે એ ઓક્ટોબરમાં તો તેમાં ઓર વધારો નોંધાશે એ નક્કી છે. છેલ્લા ચાર વર્ષથી કચ્છમાં સારો વરસાદ પડી રહ્યો છે અને આવી પેટર્ન વધુ થોડા વર્ષ ચાલુ રહી અને આ દરમ્યાન મહત્વાકાંક્ષી અટલ ભૂજલ યોજના પણ નક્કર તબક્કે પહોંચી ગઈ હશે તો ભૂગર્ભજળમાં કાયમી કહી શકાય એવો વધારો થઈ શકે છે. ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ (જીડબલ્યુઆરડીસી)ના કચ્છના દસ તાલુકાના કુલ 90 પિજોમીટર - માપકયંત્રમાં ઓગષ્ટના અંત સુધીમાં ભૂગર્ભજળમાં સારો વધારો નોંધાયો છે.......વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust