માતાના મઢના યાત્રીઓના ધસારાને લઇને ઉઠાવગીરો સક્રિય

ભુજ, તા. 26 : કચ્છની કુળદેવી આશાપુરા માતાજી-મઢની યાત્રા પુરજોશમાં ચાલુ છે અને બે વર્ષ પછી ઉમટેલા માઇભક્તોને કારણે જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળે છે. આનો સીધો લાભ લેવા માટે ઉઠાવગીરી ટોળકીઓ પણ ઊતરી આવી છે અને ચોરીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે રવિવારે માતાના મઢમાંથી સોનાની ચેન, પેડલ અને રોકડ ભરેલું મહિલાનું 2.52 લાખની મતાનું પર્સ સેરવાયું હતું, જ્યારે આજે બપોરે ભુજના બસ સ્ટેશને પણ આ ચોર ટોળકીના શિકાર અનેક પ્રવાસીઓ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે નખત્રાણાના વથાણમાંથી નેવું હજારની રોકડ ભરેલા થેલાની પણ દિનદહાડે ઉઠાંતરી થતાં ચકચાર પ્રસરી છે.........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust