માતાનો મઢ માઇભક્તોને સત્કારવા સજ્જ, પણ..!!

માતાનો મઢ માઇભક્તોને સત્કારવા સજ્જ, પણ..!!
ગિરીશ એલ. જોશી દ્વારા -  માતાનામઢ (તા. લખપત), તા. 22 : માત્ર કચ્છ જ નહીં દેશભરમાંથી માઇભકતો આશ્વિની નવરાત્રિમાં જ્યાં માથું નમાવવા પ્રયત્નશીલ રહે છે તેવા માતાનામઢ ગામે  નવરાત્રિ શરૂ થાય તે પહેલાં જ માથાના દુ:ખાવા સમાન ગટરની સમસ્યા ઉકેલવા રાત-દિવસ કામ થયું અને 18મી સપ્ટેમ્બરના યાત્રાધામ ચોખ્ખું ચણક થઇ ગયું ત્યાં જ સમી સાંજથી ફરી ગટરે  માથું ઉંચક્યું અને ગુરુવારે તો મઢથી બજારમાં તમામ  કુંડીઓ જોશભેર ફરી ગટરના પાણીથી ઉભરાવા મંડતા 15 દિવસીય સૌથી મોટા મેળાની તૈયારીઓમાં વિક્ષેપ સર્જાયો?છે અને તંત્ર પણ ઉંધા માથે થઇ ગયું છે. એકતરફ 300થી વધુ ધંધાર્થીને પ્લોટ ફાળવાયા છે અને બીજી તરફ યાત્રી પ્રવાહ વહેતો થયો છે ત્યાં આ ગટરે માથું ઉંચક્યું છે. માતાનામઢ ખાતે  નવરાત્રિ પર્વને શરૂ થવામાં ફકત ત્રણ દિવસ જ બાકી છે. મા આશાપુરાજીના ચરણોમાં માથું ટેકવવા હજારો યાત્રિકોએ પદયાત્રા શરૂ કરી દીધી છે. અને સેંકડો પદયાત્રીઓના શ્રાદ્ધમાં જ યાત્રા પૂરી કરી મઢે આવી પણ ચૂક્યા?છે તે વેળા યાત્રાધામમાં ગ્રામ પંચાયતની જૂની ગટર યોજનાની કુંડીઓ વહેવા મંડતા ભારે હાલાકી પડી રહી છે. આ ઉભરાતી ગટર અને ફેલાયેલી ગંદકી માટેની સમસ્યાનું હલ યુદ્ધના ધોરણે શોધવા નવી ગટર યોજનાના કોન્ટ્રાક્ટર મઢ ગ્રામ પંચાયત, તલાટી અને મઢના એક ડઝન જેટલા યુવાનોએ  અથાગ મહેનત કરી નવી ગટર યોજનાના અધૂરા કામને  પૂરું કરવા, કમર કસી હતી રાત-દિવસ ધમધોકાર કામ ચાલ્યું જે કામ 18-9 રાત્રે પુરૂ કરી દેવાયું અહીંનાં તંત્ર તેમજ ગ્રામજનો એ હાશકારો લીધો ન લીધો રસ્તાઓમાં સફાઇ ઝુંબેશ ઉપાડી યાત્રીકોના સ્વાગત માટે ગામને ચોખ્ખું ચણક બનાવી દેવાયું ત્યાંજ અચાનક ગુરુવારની સવારથી મઢની બજાર ચોકની પાંચ ગટરની કુંડીઓ બેફામ બની વહેવા લાગી તેનાં કારણે પરિસ્થિતિ પાછી બેકાબુ બની છે. કોન્ટ્રાકટર મઢનાં સફાઇ કામદાર ગોપાલભાઇ અને લાલકાભાઇની ટીમ તેમજ સમગ્ર તંત્રની કરેલી મહેનત પૂર ગટરનાં પાણી ફરી વળ્યા છે. જાણકારોનું માનવું છે કે નવી ગટરની કુંડીમાં આખા ગામની જૂની ગટર યોજનાનું જોડાણ કરવામાં ક્યાંક ભૂલ થતાં આ પરિસ્થિતિ ઊભી થઇ?છે, એટલે બજાર ચોકમાં આવેલી કુંડીઓ પાછી ઉભરાય છે. ગુરુવારની સવારે સફાઇ કામદારો જીવના જોખમે ગંધાતી મા. મઢની આ કુંડીઓમાં ઉતરીને સફાઇ કરી રહ્યા છે. બીજીબાજુ આ વિકટ પરિસ્થિતિના સમાચાર તાલુકા વિકાસ અધિકારીને મળતાં તેઓ સ્થળની મુલાકાતે દોડી આવ્યા હતા. ઓર નિમાયેલા 20 તલાટી મંત્રી તેમજ સરપંચ, સભ્યો સાથે મિટિંગ યોજી જરૂરી સૂચના આપી તેની અમલવારી તત્કાલ કરવા જણાવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી સંજય ઉપલાણાને આ ગટર સમસ્યા વિશે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આખું તંત્ર મા. મઢમાં સ્વચ્છતા કેમ જળવાય તેનું આયોજન ઘડી રહ્યું છે. માઇ ભક્તોને કોઇપણ?જાતની અસુવિધા ન થાય તેની જવાબદારી કેવલ તંત્રની નથી, ગામના વેપારીઓ, આગેવાનો, ગ્રામ પંચાયત તેમજ ટ્રસ્ટે પૂરતો સહયોગ આપવો પડશે. સાથે તેમણે આ ગટરની સમસ્યાનો જલ્દી ઉકેલ આવી જશે તેવી ધરપત આપી હતી.મઢના તલાટી મંત્રી અભયસિંહ ગોહિલે પ્લોટ વિતરણની માહિતી આપતાં જણાવ્યું હતું કે, ધંધાર્થીઓને પ્લોટ વિતરણની કામગીરી 80 ટકા જેટલી પૂર્ણ થઇ ગઇ?છે. 300 પ્લોટ વિતરણ કરી દેવાયા છે. મેઇન બજારમાં પાંચ બાય પાંચ ફૂટ તેમજ અમૂક પ્લોટ?પાંચ બાય દશ ફૂટના વિતરણ કરાયા છે જેનો ભાવ આ વર્ષે 120 રૂપિયા ફૂટના તેમજ અન્ય બજારના ફૂટના 100 રૂપિયા પ્રમાણે ભાવ નક્કી કરાયો છે. અત્યાર સુધી સાત લાખ રૂપિયાની આવક ગ્રામ પંચાયતને થઇ?છે. એક અંદાજ મુજબ પ્લોટ?વિતરણની સંપૂર્ણ કામગીરી બાદ રકમનો આંકડો 10 લાખ?સુધી પહોંચશે. પ્લોટની ફાળવણી જ્યાં જ્યાં થઇ છે. ત્યાં વેપારી દ્વારા, પ્લોટ બાંધવાની તૈયારીઓ ચાલી રહી છે. શનિવારથી આ સ્ટોલ રૂપી હંગામી બજાર વેપાર કરવા સજ્જ થઇ જાશે તેવું બહારથી આવતા વેપારીઓ જણાવ્યું હતું સાથે નામ ન દેવાની શરતે અમુકે કહ્યું હતું કે પ્લોટના જે ભાવ લેવાયા છે તે પ્રમાણે સુવિધાઓ આપવામાં આવી નથી, ઠેર ઠેર આ બજારમાં ગટરનાં ગંદા પાણી વહી રહ્યા છે આવી સ્થિતિમાં ગ્રાહક ખરીદી કરશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. ગટરની સમસ્યા હલ ન થાય તો દરેક વેપારીને પ્લોટનું 50 ટકા ભાડું ગ્રામ પંચાયત પરત આપે તો સારું !ગંદકી વિષે મઢનાં સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, ગટરની સમસ્યા છે. તેનો ઉકેલ લાવવા રાત-દિવસ મહેનત કરી રહ્યાં છીએ ગટરની જુની લાઇનને અન્ય લાઇનમાં જોડી કરવાનું કામ ચાલી રહ્યું છે જે મોડી રાત્રી સુધી થઇ જશે. વિશેષ તેમણે જણાવ્યું હતું કે, મઢ ગ્રામ પંચાયત, યાત્રાધામ ગામને સ્વચ્છ રાખવાના પુરતાં પ્રયત્ન કરી રહ્યાં છે. ગામને સ્વચ્છ રાખી યાત્રીકોનું સ્વાગત કરાશે.મા. મઢ જાગીર ટ્રસ્ટ તરફથી તમામ તૈયારીઓ ચાલી રહી છે. હંમેશની જેમ ગેટ નંબર-4 માંથી યાત્રીકો મંદિરમાં પ્રવેશ કરાશે. દર્શન કર્યા બાદ માઇ ભક્તો, ભોજન પ્રસાદ લઇ ત્રણ નંબરના ગેટ પરથી (નિકાસી) બહાર જશે તેવું ટ્રસ્ટી પ્રવિણસિંહ વાઢેરે જણાવ્યું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2022 Saurashtra Trust