ગાદી સુવર્ણ મહોત્સવે આચાર્ય મહારાજને `જ્ઞાનમહોદધિ''ની પદવી

ગાદી સુવર્ણ મહોત્સવે આચાર્ય મહારાજને `જ્ઞાનમહોદધિ''ની પદવી
કેરા/અમદાવાદ તા. 22 (વસંત પટેલ દ્વારા) : ગાદી સુવર્ણ મહોત્સવ-વિશ્વશાંતિ મહોત્સવમાં ભારતભરના સનાતન સંત સમાજ દ્વારા આચાર્ય જિતેન્દ્રીયપ્રિયદાસજી સ્વામીજી મહારાજને જ્ઞાન દક્ષતા માટે જ્ઞાનમહોદધિ પદવી સુવર્ણ મહોત્સવની સાક્ષીએ અપાઈ હતી. તો સંત સંમેલન યોજાયું હતું, જેમાં મઠાધીશો, મહંતો, વિદ્વાનો, ધર્માચાર્યો વચ્ચે અખિલ ભારત સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજી મહારાજે કે જેમાં ભારતના 127 સંપ્રદાયો જોડાયેલ છે એવા બધાની સંમતિથી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્યને આ સન્માન અપાયું હતું. આ પ્રસંગે અવિચલદાસજીએ ગાદી સંસ્થાન એ 220 વર્ષનાં ઇતિહાસોમાં ખૂબ જ પ્રગતિ કરી છે. સંતોની સુવર્ણ તુલા તો સાંભળી છે પરંતુ પ્લેટિનમ તુલા ફકત એક જ સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર મુક્તજીવન સ્વામીબાપાની જ થઈ છે તેમ કહ્યું હતું. સંમેલનમાં જગન્નાથ મંદિર, ગૌ સંતસેવી મહામંડલેશ્વર જગદીશ પીઠાધીશ્વર મહંત દિલીપદાસજી મહારાજ, હરિદ્વારથી યોગાચાર્ય સ્વામી ડો. અખિલેશજી મહારાજ, દિલ્હી યુનાઈટેડ નેશન શાંતિદૂત સ્વામી વિશ્વઆનંદ, માઈ મંદિર બાલેન્દુ ભગવતી કેશવ ભવાની મહારાજ, વારાણસીથી કાશી ગુર્જર વિદ્વત પરિષદ તથા ગુજરાત સમાજ અધ્યક્ષ શાસ્ત્રી અનિલભાઈ વગેરે મહંતો હાજર રહ્યા હતા. ઈન્કમટેક્ષ કમિશનર એકઝામિશન રિતેશ પરમાર આઈઆરએસ પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન, કચ્છના આરોગ્ય ઇતિહાસમાં અગ્રિમ સેવા આપતા કચ્છી લેવા પટેલ સમાજને સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી વધુ દોઢ કરોડનું દાન કે. કે. હોસ્પિટલ, ભુજ માટે અપાયું હતું. આ દાન સંસ્થાન વતી મૂળ દહીંસરાના નૈરોબી નિવાસી ગોપાલભાઈ વિશ્રામ હાલાઈ (ઓરબિટ) પુત્ર નીતિનભાઈ હાલાઈ પરિવાર દ્વારા કેન્સર વિભાગમાં ડોઝિમેટરી વિભાગ માટે અપાયું હતું. લેવા પટેલ સમાજ વતી શિવજીભાઈ શિયાણી, કેશરાભાઇ પિંડોરિયા, મનજીભાઈ પિંડોરિયા, રામજીભાઈ સેંઘાણી, હરીશભાઈ સૂર્યવંશી, ઈશ્વરભાઈ પુંજાણીએ ચેક સ્વીકાર્યો હતો. અગાઉ અપાયેલા ત્રણ કરોડ સહિત કુલ સાડાચાર કરોડના દાનનું સંસ્થાન અને સમાજ વચ્ચે સંકલન એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના સહમંત્રી વસંત પટેલ દ્વારા કરાયું હતું. સમાજ પ્રમુખ વેલજી પિંડોરિયા અને ગોપાલભાઈ ગોરસિયા, મોભી અરજણભાઈ પિંડોરિયાએ ત્રણેય પાંખો વતી આભાર માન્યો હતો. સાથે પચાસ લાખનું દાન ભાદરવા ગામ કેળવણી મંડળને કરાયું હોવાનું સંત ભગવતપ્રિયદાસજી સ્વામીએ કચ્છમિત્રને જણાવ્યું હતું. તા. 24ના રાત્રે સ્મૃતિ મંદિર ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરાયું છે. મહોત્સવમાં દેશ વિદેશના દાતાઓ પૈકી કેરાઈ કન્સ્ટ્રક્શન અરુશા હરીશભાઈ અને દિપિનભાઈ કેરાઈ, ગોપાલભાઈ રાબડિયા (કેરા નૈરોબી), બાપા મંદિર પ્રમુખ કાંતિભાઈ સંઘાણી, વેલજીભાઈ ઝીણા ગોરસિયા, કચ્છથી જાદવજીભાઈ વરસાણી, હરિવદન જેસાણી, જગદીશ કેરાઈ સહિતના સંકલન કરી રહ્યા છે. પ્રતિદિન 10 હજાર ભાવિકો સમૂહ પ્રસાદ લઈ રહ્યા છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2022 Saurashtra Trust