લાખોંદ-પદ્ધર માર્ગે તબીબ દ્વારા પદયાત્રીઓની સારવારનો કેમ્પ

લાખોંદ-પદ્ધર માર્ગે તબીબ દ્વારા પદયાત્રીઓની સારવારનો કેમ્પ
રાયધણપર (તા. ભુજ), તા. 22 : માતાનામઢ ખાતે મા આશાપુરાનાં દર્શન કરવા નીકળેલા લાખો પદયાત્રી શ્રદ્ધાળુઓની સેવા માટે અનેક કેમ્પ ધમધમી રહ્યા છે ત્યારે લાખોંદ-પદ્ધર રોડ?ઉપર ડો. કસ્તુરીબેન આહીરે પોતાની હોસ્પિટલ સંકુલ આગળ પદયાત્રિકો માટે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ શરૂ?કરી શ્રદ્ધાળુઓને મદદરૂપ બની રહ્યા છે. રાધેક્રિષ્ના હોસ્પિટલના ડો. કસ્તુરીબેન આહીર દ્વારા શ્રદ્ધાળુઓ માટે તાવ-માથાની દવા, થાક દૂર કરવા ગોળી ઉપરાંત બ્લડપ્રેશર જેવી શારીરિક બાબતોમાં તેમની સલાહ-સારવાર આપી રહ્યા છે. આ નિ:શુલ્ક મેડિકલ સેવા કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય હરિભાઇ જાટિયા, અગ્રણીઓ શંભુ લખુ ઝરૂ, સતીષભાઇ?છાંગા, દેવરાજભાઇ?ચાવડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2022 Saurashtra Trust