આશાપુરા મિત્ર મંડળ-ઝરપરા દ્વારા સેવા કેમ્પનો પ્રારંભ

ઝરપરા (તા. મુંદરા), તા. 22 : છેલ્લા 22 વર્ષથી આશાપુરા મિત્ર મંડળ-ઝરપરા આયોજિત માતાના મઢ પદયાત્રિ સેવા કેમ્પનું દેવપર યક્ષ પાસે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ગઇકાલે પ્રારંભ કરાયો હતો.સંત દિલીપ રાજા (મોરજર) સંત અર્જુનનાથજી (રાજડા ટેકરી) અને ભાવેશભાઇ શાત્રી (ઝરપરા)ની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરી સેવા કેમ્પનું પ્રારંભ કરાયું હતું. સેવા કેમ્પનાં મુખ્ય આયોજક દેવરાજ ભીમશી સાખરાનાં જણાવ્યા અનુસાર, ભોજન, ચા, નાસ્તો, ગરમ પાણી, સ્નાન માટે સુવિધા અને મેડીકલ સેવા સાથે સેવા કેમ્પની 24 કલાક સેવા ચાલુ રહે છે. આ કેમ્પમાં ઝરપરાનાં ભાઇ-બહેનો ખડે પગે સેવા આપી રહ્યા છે. એવું ઝરપરા ચારણ સમાજનાં મંત્રી આશાનંદ ગઢવીની યાદીમાં જણાવાયું હતુ. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com