બે શ્રેષ્ઠ ધારાસભ્યને એવોર્ડ એનાયત

બે શ્રેષ્ઠ ધારાસભ્યને એવોર્ડ એનાયત
ગાંધીનગર, તા. 22 : ગુજરાત રાજ્યમાં પણ ઉત્કૃષ્ઠ અને આદર્શ ધારાસભ્યની વિધાનસભા ગૃહની કામગીરીની કદર થાય તથા સભ્યો તેઓના કામ પ્રત્યે વધારે સજાગ બને તે માટે ગુજરાત વિધાનસભામાં પણ `શ્રેઁષ્ઠ ધારાસભ્ય' એવોર્ડથી નવાજવાની ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા પહેલ કરવામાં આવી હતી. શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ માટેના નિયમો જૂન-2020માં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. નિયમોમાં ઠરાવેલા માપદંડોના આધારે ધારાસભ્યની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે. આ નિયમો હેઠળ એવોર્ડ આપવા માટે પસંદગી સમિતિની રચના કરવામાં આવી છે. શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ માટે એવોર્ડ પસંદગી સમિતિની બેઠકમાં સમિતિના તમામ સભ્યોની સઘન ચર્ચા-વિચારણાને અંતે એવોર્ડ માટે નામ નક્કી કરવાની સત્તા અધ્યક્ષને આપવામાં આવી હતી. પસંદગી થયેલા શ્રેષ્ઠ?ધારાસભ્યોને એવોર્ડ રૂપે ગુજરાત વિધાનસભા ભવનની પ્રતિકૃતિ દર્શાવતી 92.5 શુદ્ધતાની 1.5 કિ.ગ્રા. વજન ધરાવતી ચાંદીની ટ્રોફી એનાયત કરવામાં આવે છે. અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય દ્વારા સન 2021ના વર્ષ માટે જીતુભાઇ?સુખડિયા અને 2022ના વર્ષ માટે?શૈલેષભાઇ પરમારને શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. ગૃહમાં પસંદગી પામેલા ધારાસભ્યોને વિધાનસભાના અધ્યક્ષાના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને સંસદીય બાબતોના મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મુખ્ય દંડક પંકજભાઇ?દેસાઇ, વિરોધ પક્ષના દંડક સી. જે. ચાવડા સહિતની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust