શિક્ષણ થકી આગળ આવવા યુવાઓને હાકલ

શિક્ષણ થકી આગળ આવવા યુવાઓને હાકલ
ભુજ, તા. 22 : અહીંના રાજપૂત યુવક મંડળ અને મા ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ, સમાજના કોરોના વોરિયર્સનું સન્માન અને સંગીત સંધ્યા કાર્યક્રમમાં સમાજના યુવાઓને શિક્ષણ થકી આગળ આવવા આહ્વાન કરાયું હતું. પ્રારંભે અખિલ કચ્છ કચ્છી રાજપૂત સમાજના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જેસર, ભુજ રાજપૂત સમાજ પ્રમુખ પ્રેમજીભાઈ રાઠોડ, ઉપપ્રમુખ હર્ષદભાઈ ગોહિલ, હિતેશભાઈ ચૌહાણ, મંત્રી હિરેન રાઠોડ,  ખજાનચી ભવાનભાઈ પરમાર, અગ્રણીઓ મનીષભાઈ ચૌહાણ, અશોકભાઈ મેર, માં ભારતી ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ મનીષભાઈ બારોટ, નગરસેવિકા મનીષાબેન સોલંકી વગેરે દ્વારા દીપ પ્રાગટય કરાયું હતું.  રાજપૂત યુવક મંડળ અને મા ભવાની ટ્રસ્ટ દ્વારા સવારે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં સમાજના 40 લોકોએ રક્તદાન કર્યું હતું. સાંજે સમાજવાડી ખાતે કોરોના કાળ દરમ્યાન આરોગ્ય, પોલીસ, હોમગાર્ડ, પ્રેસ મીડિયા, આંગણવાડી, ફાયર, સ્મશાન જેવા સ્થળો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના માધ્યમ થકી પોત-પોતાના ક્ષેત્રમાં કપરી કામગીરી બજાવનારા 100 જેટલા ભાઈ-બહેનોનું સન્માન કરાયું હતું. નાની બાળા સાનવી ડુડિયાએ રક્તનું મહત્ત્વ સમજાવ્યું હતું. સન્માન કાર્યક્રમમાં સમાજના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ પ્રસંગે પીએસઆઈની પરીક્ષા પાસ કરનારા સમાજના યુવા દર્શન સોલંકીનું વિશેષ સન્માન કરાયું હતું અને સમાજના યુવાઓ શિક્ષણ ક્ષેત્રે કાઠું કાઢી આગળ આવે તેવી અપીલ કરાઇ હતી.આ તકે મહિલા મંડળના રીનાબેન પરમાર, ઊર્મિલાબેન ચૌહાણ, નિશાબેન પરમાર, કલ્પનાબેન પરમાર, જુલીબેન પરમાર, સમાજ અગ્રણીઓ જટુભાઈ ડુડિયા, રમેશભાઈ ડુડિયા, ધવલરાજ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાજપૂત યુવક મંડળ તથા મા ભવાની ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ધવલ ડુડિયા, જય ચૌહાણ, સુરેશ સોલંકી, હિતેશ ડુડિયા, શાંતિલાલ પરમાર, ભૌમિક સોલંકી, પૂજન રાઠોડ, નેહલ પરમાર, રાજભા પરમાર, મૌલિક સોલંકી, રાજભા ચૌહાણ, અનિલ ભાટી, અશ્વિન ડુડિયા, વગેરેએ જહેમત ઉઠાવી હતી, કાર્યક્રમ દરમ્યાન કચ્છના જાણીતા `મેરી આવાઝ કરાઓકે' ટ્રસ્ટના કલાકારો દ્વારા સંગીત સંધ્યાનો કાર્યક્રમ રજૂ કરાયો હતો. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust