ચાર દિવસીય સેવાકાર્યો સાથે સંસ્થાએ 13મા સ્થાપના દિવસની ઊજવણી કરી

ભુજ, તા. 22 : ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર, જૈન સેવા સંસ્થાના 13મા સ્થાપના દિવસની ચાર દિવસ વિવિધ સેવા કાર્યો સાથે ઉજવણી કરાઇ હતી. દાતા લીલાવંતીબેન જે. મહેતા હસ્તે હંસાબેન ચમનલાલ મહેતાના સહયોગથી પ્રથમ ચરણમાં ભુજ મધ્યે ચાતુર્માસ ગાળતા ગચ્છાધિપતિ, શ્રીમદ વિજય કલ્પતરુ સૂરિશ્વરજી મ.સા. આચાર્ય મુકિતચંદ્રસૂરિજી મ.સા.ના મુખે સેવાનો વ્યાપ વધારવાના સંકલ્પ લેવાયા હતા. સંતોએ સંસ્થાની સેવા પ્રવૃત્તિઓને બિરદાવી આશીર્વાદ આપ્યા હતા.આગળના ચરણમાં દરરોજ શ્વાનોને દુધ, રોટલી, પક્ષીને ચણ 3000 કરતાં પણ વધારે ગૌવંશને નીરણ કરાયું હતું. શ્રમજીવી પરિવારનાં એક હજાર જરૂરતમંદોને પૌષ્ટિક આહાર સાથે ફ્રુટ તેમજ બાળકોને વત્રોની સોગાદ અપાઇ હતી. 230 જેટલા છાત્રોને શૈક્ષણિક કીટ નવા વત્રો અપાયાં હતાં. વિવિધ સંસ્થાઓમાં વયસ્કો, દિવ્યાંગો, મનોરોગીઓ, પ્રજ્ઞાચક્ષુઓ, નિરાધારોને ભોજન અપાયા હતા. પ્રમુખ વી.જી. મહેતાની રાહબરી હેઠળ, પ્રોજેકટ ચેરમેન હિરેન દોશી, દિનેશ શાહ, પ્રદિપ દોશી, શાંતિલાલ મોતા, કે.બી. પરમાર, હાર્દિક દોશી, રાજેશ સંઘવી, જયેશ ચંદુરા, ચિંતન મહેતા વિગેરે કાર્યકરો જોડાયા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com