બૃહદ કચ્છથી આવતી તમામ ટ્રેનોમાં ભાવિકોનું આગમન

બૃહદ કચ્છથી આવતી તમામ ટ્રેનોમાં ભાવિકોનું આગમન
ભુજ, તા. 22 : અહીંના રેલવે સ્ટેશને આવતી ટ્રેનોમાં મઢ તરફનો યાત્રિકોનો પ્રવાહ ચાલુ થઇ ગયો છે. ખાસ કરીને મુંબઇથી આવતી તમામ ટ્રેનોમાંથી માઇભક્તો ઊતરતા જોવા મળ્યા હતા. આ સમયે ઘણા એવા ભક્તો હતા જે રેલવેની મુસાફરી કરીને ભુજ આવ્યા છે અને ભુજથી માતાના મઢ પગપાળા નીકળશે. ઘાટકોપર ગ્રુપના કચ્છી-મહારાષ્ટ્રીયન ભક્તોએ જણાવ્યું કે, અમે છેલ્લા વીસ વર્ષથી ભુજથી પગપાળા દર્શન કરવા જઇએ છીએ. માઇભક્તોની ભીડથી રેલવે પ્રશાસનની સાથે ટેક્ષી, રિક્ષા, છકડા, ખાણી-પીણી હોટલ જેવા વ્યવસાયી ધારકોને ફાયદો જોવા મળી રહ્યો છે. ઉદ્યોગોના આગમન બાદ પરપ્રાંતીઓ પણ કચ્છમાં વસવાટ કરતા થયા છે ત્યારે તેમના માદરે વતનથી પણ સગા-વહાલા અહીં દેશદેવી મા આશાપુરાના દર્શને આવી રહ્યા છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2022 Saurashtra Trust