ખારેકની વૈજ્ઞાનિક ખેતીની તાલીમ અપાઈ

ખારેકની વૈજ્ઞાનિક ખેતીની તાલીમ અપાઈ
કુકમા (તા. ભુજ), તા. 22 : અહીંના ખારેક સંશોધન કેન્દ્ર ખાતે ખારેકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને મૂલ્વર્ધન અંગે તાલીમ યોજાઈ હતી. વિકસત સંસ્થા દ્વારા ભુજ, અંજાર અને મુંદરા તાલુકામાં ખારેકની ખેતી કરતા ખેડૂતો સાથે મળી સ્કેલ પ્રોજેક્ટ અંતર્ગત કુકમા ખાતે અંજાર તાલુકાના જુદા-જુદા છ ગામના ખેડૂતોને ખારેકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ તેમજ ખારેક ઉછેર માટે લેવામાં આવતી ખાસ કાળજીઓ તથા ખારેક પાક સંરક્ષણ અને સોલર ડ્રાયર દ્વારા ખારેકને ઝડપી સૂકવી તેમાંથી જામ, જેલી, અથાણાં, માવો, ચોકલેટ વગેરે પ્રકારનું મૂલ્વર્ધન કરીને તેના માર્કેટિંગ થકી બમણી આવક મેળવી શકાય તે અંગેનું માર્ગદર્શન અપાયું હતું. અધિકારી કેતનભાઈ ચૌધરી અને કપિલ મોહન શર્મા-સંશોધક વૈજ્ઞાનિક, ખારેક સંશોધન કેન્દ્ર મુંદરા તથા જૈમિન વ્યાસ-ફિલ્ડ સુપરવાઈઝર, વિકસત વગેરે ખારેકની ખેતીને ખૂબ નફાકારક બનાવવા માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમમાં અંજાર તેમજ ભુજ તાલુકાના ગામોના 50 જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મેઘાબેન પ્રજાપતિએ કર્યું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust