23 વર્ષે ઈતિહાસ રચતી ભારતીય મહિલા ટીમ

કૈંટરબરી, તા.22 : ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે નવો ઈતિહાસ રચીં ર3 વર્ષ બાદ અંગ્રેજો સામે તેમના જ ઘરમાં શ્રેણી વિજય મેળવ્યો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સતત બીજા વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ગત વર્ષ ભારતે શ્રેણીમાં 1-રથી પરાજયનો સામનો કર્યો હતો પરંતુ આ વખતે 3 વન ડેની શ્રેણી ર-0થી જીતી ઈંગ્લેન્ડ પર અજેય સરસાઈ મેળવી છે. શ્રેણીના પહેલા મુકાબલામાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 7 વિકેટે વિજય મેળવ્યો હતો. બુધવારે રમાયેલી બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને 88 રનના વિશાળ અંતરે હરાવ્યું હતું. સુકાની હરમનપ્રીત કૌરના અણનમ 143 રનની મદદથી ભારતે   334 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. જેની સામે ઈંગ્લેન્ડની ટીમ 44.ર ઓવરમાં ર4પ રન બનાવી સમેટાઈ હતી. ભારત વતી બોલર રેણુકા સિંહે 4 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતી દાવ આપ્યા બાદ ભારતીય મહિલા ટીમે પ વિકેટે 333 રન બનાવ્યા હતા. હરમનપ્રીત કૌરે 111 દડામાં 18 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 143 રન ફટકાર્યા હતા. તેની આ પાંચમી વન ડે સદી હતી. ઉપરાંત હરલીન દેઓલે 7ર દડામાં પ9 તથા ઓપનર સ્મૃતિ મંધાનાએ પ1 દડામાં 40 રન બનાવ્યા હતા.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com   

© 2023 Saurashtra Trust