કચ્છમાં 3.46 લાખ કાર્ડ બનાવાયાં

ભુજ, તા. 22 : આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના 23મી સપ્ટે. 2018માં અમલી બની તેને ચાર વર્ષ પૂરાં થયાં છે. આ દરમ્યાન કચ્છમાં 3.46 લાખ લાભાર્થીના કાર્ડ બનાવાયાં છે. છેલ્લા એક વર્ષમાં 21738 જેટલા લોકોને  નવું આયુષ્ય મળ્યું હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગરીબીરેખા હેઠળ જીવતા કુટુંબો માટે મા યોજના તા. 4/9/2012થી અમલમાં આવી, જેનો વ્યાપ વધારી મધ્યમવર્ગના પરિવારો માટે મા વાત્સલ્ય યોજના તા. 15/8/2014થી અમલી થઇ. આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારો માટે નિયત માપદંડો ધરાવતા સામાજિક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ 2011ની યાદીમાં સમાવિષ્ટ પરિવારોને કુટુંબદીઠ વાર્ષિક રૂા. 5 લાખ સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડવા માટે તા. 23/9/2018થી અમલી કરાઇ છે. તા. 5/8/2021થી `મા' તથા `મા વાત્સલ્ય' યોજના અને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાને પીએમજેએવાય-મા યોજનાનું સંયુક્ત નામ અપાયું છે. શહેરી વિસ્તારમાં વોર્ડ અને ગામડાંઓમાં ગામ પ્રમાણે કેમ્પોના આયોજન કરી ચાલુ વર્ષમાં  આજ સુધી કુલ 84053 લાભાર્થીના આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા.કચ્છમાં પીએમજેએવાય-મા યોજના અંતર્ગત કોઇ?લાયક લાભાર્થી યોજનાના કાર્ડથી વંચિત ન રહે અને તમામ લાયક લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલો, યોજનાના સાથે જોડાયેલી ખાનગી હોસ્પિટલો, ઇ-ગ્રામ સેન્ટરો (ગ્રામ્ય કક્ષાએ), સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી એજન્સી જેવી કે એન-કોડ, કલરપ્લાસ્ટ, સીએસસી, યુટીઆઇઆઇટીએસએલ દ્વારા કાર્ડ બનાવી શકાય છે.મા અને મા વાત્સલ્ય કાર્ડ દ્વારા સીધું જ આયુષ્માન કાર્ડમાં રૂપાંતરિત કરાવી આયુષ્માન ભારત યોજનાનો લાભ લેવા માટે મા અથવા મા વાત્સલ્ય કાર્ડ,  રાશન કાર્ડ, આધાર કાર્ડ જરૂરી છે.લાભાર્થીઓને  આયુષ્માન કાર્ડ સરળતાથી મળી રહે તે માટે સરકાર દ્વારા ખાસ કાર્યક્રમ આપકે દ્વાર આયુષ્માન કાર્યક્રમ અંતર્ગત તમામ લાયક લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવાની કામગીરી કરવામાં આવે છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com કચ્છ જિલ્લામાં યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષમાં 21783 જેટલા લાભાર્થીઓએ રૂા. 57,67,02,918 જેટલો સારવારનો  લાભ લીધો છે.  ત્રણ વર્ષમાં  51305 લાભાર્થીઓએ કુલ રૂા. 127 કરોડ જેટલો સારવારનો લાભ લીધો છે.  કચ્છ જિલ્લામાં  હાલે 122 (96 સરકારી અને 26 ખાનગી) જેટલી હોસ્પિટલો યોજના સાથે જોડાયેલી છે તેવું સીડીએચઓ ડો. જે.ઓ. માઢકે જણાવ્યું હતું.   

Crime

© 2022 Saurashtra Trust