35 રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ કાર્યરત

ભુજ, તા. 22 : કચ્છમાં પ્રાથમિક આરોગ્યની ત્રિસ્તરીય તબીબી સેવા 35 જેટલા રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો હેઠળ પૂરી પાડવામાં આવે છે. કચ્છના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત હાલની સ્થિતિએ 1 અધિક્ષક, 6 તબીબી નિષ્ણાત, 114 મેડિકલ ઓફિસર, 180 સ્ટાફ નર્સ, 75 ફાર્માસિસ્ટ, 72 લેબ ટેકનિશિયન, 70 ડ્રાઈવર, 111 વોર્ડ બોય, 91 આયા, 16 સ્લીપર, 496 ફિમેલ હેલ્થ વર્કર, 421 એમ.પી. ડબલ્યુ, 421 સી.એચ.ઓ., 53 આયુષ એમ.ઓ., 78 આર.બી.એસ.કે. એમ.ઓ, 39 આરબીએસકે સ્ટાફ નર્સ, 32 આરબીએસકે જુ.ફા., 5 સી.એમ.ટી.સી. નર્સ, 9 ન્યુટ્રિશિયન આસિ., 9 એડોલેસન્ટ કાઉન્સીલર, 1686 આશા, 14 દીનદયાલ ક્લિનિક સહિત 3999 અધિકારી/કર્મચારીઓ છે. ઉપરાંત 74 એમ્બ્યુલન્સ, 34 આર.બી.એસ.કે. વાહન, દર્દીઓનાં આરોગ્યની ચિંતા કરે છે. જેનો જિલ્લાવાસીઓને લાભ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

Crime

© 2022 Saurashtra Trust