750 રૂપિયા માટે વૃદ્ધો બેંકના વારંવાર ધક્કા ખાઈ રહ્યા છે

કોટડા (ચ), તા. 22 : ઈન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એઈજ પેન્શનર યોજના હેઠળ મામલતદાર કચેરીએથી વૃદ્ધ માતા-પિતા સમાજ અરજદારોને દર મહિને મળતા રૂા. 750, સમયસર નહીં આવતા તેઓ વૃદ્ધ હોવા છતાં બેન્કોના પગથીયા ચડી વેદના વ્યક્ત કરી રહ્યા છે.દર મહિને મળતા સાડાસાત સો રૂપિયા પણ સમયસર નથી મળતા. વચ્ચે જીવંત હોવાના દાખલા, આવકના દાખલા અને બેંકના ખાતા નંબરો સહિતની લમણાઝીક કરવી પડે છે. આ પંથકના ત્રીસેકથી વધુ ગામોના વૃદ્ધો ઘા કોને કોની પાસે નાખે, તેવું જણાવ્યું હતું. કોટડા ચકાર પંથકના સામાજિક અગ્રણી ફકીરમામદ ચાકી, માજી ઉપસરપંચ જુમા નથુ કોલી તેમજ માજી સરપંચ મોહન મગા મહેશ્વરીએ આ અંગે જિલ્લા કલેક્ટરને પત્ર લખી સમયસર વૃદ્ધોને મામૂલી રકમ વાપરવા મળે છે તે અપાવવા રજૂઆત કરી છે. તો જિલ્લા પંચાયતના સભ્ય નારાણભાઈ મહેશ્વરી તેમજ ભા.જ.પ. અગ્રણી ગેલુભા જાડેજાએ પણ આ અંગે મામલતદાર અને કલેકટર કચેરીને પત્રો આપી વૃદ્ધોની સમસ્યા કાયમી માનવતાના ધોરણે હલ કરવા વિનંતી કરી હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

© 2023 Saurashtra Trust