આધોઇના વણાટ કારીગરને મળ્યો રાષ્ટ્રીય એવોર્ડ

આધોઇના વણાટ કારીગરને મળ્યો રાષ્ટ્રીય એવોર્ડ
ભુજ, તા. 14 : કચ્છના લોકોની કલાકારીગરી જગતભરમાં વિખ્યાત છે. કાચા માલના ઘટતા સ્રોત અને તૈયાર માલના વેચાણ બાબતે મોટી સમસ્યાઓ થતી હોય છે, એવા સંજોગોમાં પણ કચ્છ જિલ્લાની આગવી કલાને જાળવી રાખી આ વર્ષે પણ વણાટકામમાં રાષ્ટ્રીય એવોર્ડ મેળવી આધોઇના સુરેશભાઇ મગનભાઇ વણકરે કચ્છને ગૌરવ અપાવ્યું છે.કચ્છી ટાંગલિયા ડિઝાઇનમાં નેચરલ કલર ઇન્દિકોમાં કોટન બાય સિલ્કમાં સાડી બનાવી જેને એવોર્ડ મળ્યો છે.સુરેશભાઇના પિતા, મગનભાઇ પણ અગાઉ વણાટકામમાં રાષ્ટ્રીય મેરિટ એવોર્ડ મેળવી ચૂક્યા છે. આધોઇના મનજીભાઇ જીવરામ ભગત વણકર તથા એમના પિતા સ્વ. જીવરામ ભગત પણ 1977માં વણાટ કામમાં એવોર્ડ મેળવી ચૂક્યા છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2022 Saurashtra Trust