આઝાદીના 75 વર્ષની ઉજવણી આવનારી પેઢીને યાદ રહે તે રીતે કરીએ

આઝાદીના 75 વર્ષની ઉજવણી આવનારી પેઢીને યાદ રહે તે રીતે કરીએ
ભુજ, તા. 14 : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપીને અનેક કાયદા અને યોજના બનાવાઇ છે ત્યારે મહિલાઓ પોતાના હક્ક માટે કાયદાનો ઉપયોગ કરવા જાગૃત બને તેવી અપીલ કરતાં વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યે ભુજની વિવિધ મહિલા સંસ્થા અને મંડળોની બહેનોને તિરંગા વિતરણ સાથે હર ઘર તિરંગા અભિયાનમાં સક્રિયપણે જોડાવા અને તેનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરવા માટે આહ્વાન કર્યું હતું. ભુજ ખાતે  યોજાયેલા મહિલા સંવાદ કાર્યક્રમમાં  હર ઘર તિરંગા અભિયાનને લઇને વિવિધ મહિલા મંડળની બહેનોએ પોતાના પ્રતિભાવ આપીને દેશની નવી પેઢીમાં રાષ્ટ્રભાવના જગાવવાની વડાપ્રધાનની નવતર પહેલને વધાવી લીધી હતી. આ તકે વિધાનસભા અધ્યક્ષાએ મહિલાઓને જણાવ્યું હતું કે, વડાપ્રધાન મહિલાઓને સશકત કરવા કટિબદ્ધ છે. મહિલાઓને રોજગારી તાલીમ, માર્કેટિંગ અને પ્લેટફોર્મ મળી રહે તે માટે તેમણે વિવિધ યોજનાઓ અમલી કરી છે, તેનો  મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2022 Saurashtra Trust