પાલનપરમાં ધોળે દહાડે 1.80 લાખની રોકડ ચોરાઈ

રાપર, તા. 14 :  તાલુકાના નીલપરની બાજુમાં આવેલા પાલનપર ગામમાં તસ્કરોએ દિનદહાડે બંધ મકાનને નિશાન બનાવી લાખોની રકમની ચોરી કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. દિવસના અરસામાં ચોરીના બનાવથી લોકોમાં  ચિંતાની લાગણી પ્રસરી છે.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ચોરીનો આ બનાવ આજે  સવારે  9  વાગ્યાથી  બપોરે બે વાગ્યાના અરસામાં કોઈ  પણ સમયે બન્યો હતો. તસ્કરોએ બંધ મકાનના  નકૂચા તોડી અંદર પ્રવેશ્યા હતા. ઓરડામાં રાખેલા લાકડાના કબાટનાં તાળાં તોડી લોખંડની પેટીમાં રાખેલા રોકડા રૂા. 1.80  લાખ ચોરી ગયા હતા.  ખેડૂત નારણભાઈ ધરમશીભાઈ પટેલ વાવિયા કોઈ કામ માટે સવારે ચિત્રોડ ગયા હતા. આ દરમ્યાન તસ્કરો કળા કરી ગયા હતા. બનાવના પગલે ગામમાં ભારે ચકચાર પ્રસરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com   

Crime

© 2022 Saurashtra Trust