લમ્પિથી અબોલ જીવો બેહાલ.. ને માંડવી પશુ દવાખાનાને તાળાં..

લમ્પિથી અબોલ જીવો બેહાલ.. ને માંડવી પશુ દવાખાનાને તાળાં..
રમેશ ગઢવી દ્વારા - કાઠડા (તા. માંડવી), તા. 13 : પશુઓમાં ફેલાયેલ લમ્પિ રોગચાળાથી પશુપાલકોમાં હાહાકાર મચી ગયો છે. અનેક ગાયો મરણને શરણ થઈ રહી છે. અનેક જાગૃત સંસ્થાઓ સેવામાં કાર્યરત છે. ત્યારે રોગચાળાના લીધે કટોકટીભર્યા?સમયમાં જ માંડવી પશુ દવાખાનાને તાળા જોવા મળતા દવા અર્થે આવતા અનેક પશુપાલકોને ખાલી હાથ પાછું જવું પડયું હતું. આ પશુ દવાખાનામાં હાલના સમયે કંટ્રોલરૂમ પણ કાર્યરત કરાયું છે તથા નોટિસબોર્ડ ઉપર પણ દવાખાનું ચાલુ રહેવાનો સમયગાળો લખેલો છે પરંતુ તે માત્ર દેખાવ પુરતો જ હોય તેમ તાળા નજરે પડતા હતા. આ અંગે માંડવીમાં પશુનિરક્ષક તરીકે ફરજ બજાવતા ડો. મિતુલ ઠાકરનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેમને કોરોના વાયરસના લક્ષણ દેખાતા ચાર દિવસથી રજા ઉપર છે અને તેમના સ્થાને અન્ય ડોકટરની વ્યવસ્થા કરાઈ હોવાનું કહ્યું હતું. આ અંગે ઈન્ચાર્જ?ડો. એન. એમ. સૈયદનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, તેઓ નજીકના ગામમાં પશુ સેવાર્થે વિઝીટમાં છે. ટુંક સમયમાં જ આવી જઈશ તેવું ઉમેર્યું હતું. આ અંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજ એન. રાગે આક્ષેપ કરતાં જણાવ્યું કે, પશુધન ઉપર કટોકટીનો સમય છે. ત્યારે જ પશુ દવાખાનાને તાળા લગાવી દેવાયા છે . વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2022 Saurashtra Trust