અંજારમાં ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ

અંજારમાં ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ
ભુજ, તા. 13 : કચ્છ જિલ્લાકક્ષાની 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંજારના આહિર ભવન ખાતે થશે તેજ આજરોજ રિહર્સલ કરાયું હતું. નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજાએ ધ્વજ વંદન કરીને સલામી આપી હતી. પોલીસ અને હોમગાર્ડ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરીને  અધિકારીઓને  માર્ગદર્શન આપી કાર્યક્રમના આયોજન સંબંધિત સૂચનાઓ આપી હતી.જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિને પણ નિહાળી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરીને આયોજન અંગેની વિગતો મેળવી હતી. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તેના મિનિટ ટુ મિનિટ ધ્વજ વંદન રિહર્સલ કાર્યક્રમને નિવાસી અધિક કલેકટરે નિહાળ્યો હતો.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2022 Saurashtra Trust