કચ્છનાં તમામ ગામડાં સુવિધાસભર બન્યાં

કચ્છનાં તમામ ગામડાં સુવિધાસભર બન્યાં
ભુજ, તા. 13 : કચ્છના ભુજ તાલુકાના વર્ધમાનનગર ખાતે વિધાનસભાના અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને અને જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારાની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂા. 3.50 કરોડના ખર્ચે વિવિધ રોડ રસ્તાના કામોનું ભૂમિપૂજન થવાથી વર્ધમાનનગરવાસીઓની પ્રાથમિક સુવિધામાં વધારો થશે તો નવી પાણીની ટાંકીના લોકાર્પણથી પૂરી ક્ષમતાથી ગ્રામજનોને નળથી જળ મળી રહેશે. ડો. આચાર્યએ નવી સુવિધાઓ બદલ ગામવાસીઓને અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, સરકારના પ્રયાસોથી ગામ લોકોને અત્યાધુનિક પ્રાથમિક સુવિધાઓ મળી રહી છે. માત્ર વર્ધમાનનગર જ નહીં પણ કચ્છના તમામ ગામડાઓ સુવિધાસભર બન્યા છે. જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેને જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યમાં અનેક વિકાસકાર્યો કરી રહી છે. વર્ધમાનનગરને કરોડો રૂપિયાના વિકાસકામોની ભેટ મળવા જઈ રહી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2022 Saurashtra Trust